સીએ નું રિઝલ્ટ: અમદાવાદ ની દીકરી આખા દેશમાં પ્રથમ, સુરતની કૃતિકા સાતમા સ્થાને.

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન કોર્સ june 2019 ની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં અમદાવાદની ખુશી સંઘવીને સમગ્ર ભારતમાં…

ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન કોર્સ june 2019 ની પરીક્ષાનું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં અમદાવાદની ખુશી સંઘવીને સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું છે. તેમજ મૂળરૂપથી રાજસ્થાન અને સુરતમાં પર્વત પાટિયા માં રહેતી કૃતિકા તલસેરા દેશભરમાં સાતમું સ્થાન અને શહેરમાં પહેલા સ્થાને છે. કૃતિકા ને ૮૩ ટકા મળ્યા છે.

ફાઉન્ડેશન તરફથી જૂન 2019માં સીએની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં શહેરના 195 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 120 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.આ વર્ષે પરીક્ષાનું કુલ પરિણામ 61.54 ટકા રહ્યું છે.

ગયા વર્ષની તુલનામાં આ વર્ષના પરિણામમાં 0.43 ટકા નો વધારો થયો છે. કૃતિકા તલેસરા એ જણાવ્યું કે તેણે ૧૨ કોમર્સમાં 93 ટકા મેળવ્યા હતા. તેણે સીએ કરવા માટે જુન 2018 થી તૈયારી શરૂ કરી હતી. હાલમાં કૃતિકા બી.કોમ. ભણી રહી છે. હમણાં તે સેકન્ડ યરમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *