યાત્રાધામ દ્વારકાનાં ભગવાનને જે ભક્ત દર્શન કરવાં માટે જાય તે દરિયો પાર કરી બેટ દ્વારકા અચૂક જાય છે. પણ ઓખાથી બોટમાં બેસી સાડા ચાર kmનું દરિયાઈ અંતર કાપી બેટ દ્વારકા જવું પડે છે. પણ હાલ આ દરિયામાં 962 કરોડનાં ખર્ચે સિગ્નેચર સેતુ એટલે કે, સિગ્નેચર બ્રિજ આકાર પામે છે.
આ બ્રિજની મુલાકાત લઈ સુપર એક્સક્લુસિવ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજ પર પહોંચી 300 કરતાં વધારે એન્જિનિયરો તેમજ કામદારો કામ કરી રહ્યા હતા. અત્યારે દરિયામાં 11 જેટલા પિલર ઉભા થયા છે. આ બ્રિજ ભક્તોને ભગવાન સુધી પહોંચાડવા માટે બીજો રામસેતુ બનશે.
દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સેતુરૂપી પુલ 962.83 કરોડનાં ખર્ચે એપ્રિલ 2022માં તૈયાર થશે તેવી એક સંભાવના છે. જમીન તેમજ દરિયામાં થઇ 4,472 મીટર જેટલાનું કામ છે. દરિયામાં કુલ 2,320 મીટર તેમજ જમીન પર 2,152 કામ છે. ભારત દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજ બન્યો છે.
અત્યારે આ પુલ બનાવવા માટેની કામગીરી પૂરજોશમાં ચાલે છે. દ્વારકાનાં ઓખાથી બેટદ્વારકા સુધી સમુદ્રમાં દરિયાઇ બ્રાજ ક્રેનથી 11 જેટલા પિલર ઉભા કર્યાં છે. PM મોદી દ્વારા સપ્ટેમ્બર 2017માં ઓખાથી બેટદ્વારકા સુધીનો સમુદ્રનો માર્ગ ભૂ માર્ગે જોડવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસંધાને હરિયાણાની એક ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીને નેશનલ હાઇવે ઓથોરિટીએ કામ સોંપ્યું હતું.
કંપનીએ 300 એન્જિનિયરની મદદ દ્વારા સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવે છે. દ્વારકા ખાતે વર્ષે 20 લાખ કરતાં વધારે યાત્રાળુઓ બેટ દ્વારકાનાં દર્શને આવે છે. આ સિવાય 8000 સ્થાનિકોને દ્વારકાથી ઓખા જવા ચોક્કસ બોટનો જ સહારો લે છે. પણ આ પૂલ બન્યા બાદ સ્થાનિકોનાં ઘણા પ્રશ્નોનો ઉકેલ આવશે. દ્વારકા દર્શન કરવા માટે આવતા યાત્રાળુઓ બ્રિજ બન્યાં બાદ તેનાં જ વાહનમાં દર્શન માટે જઇ શકશે.
બેટ દ્વારકા એક ટાપુ છે તેમજ ચારે તરફ દરિયો હોવાનાં લીધે બોટનાં સહારે દ્વારકા જઇ શકાશે. પણ પુલ બનતો હોવાનાં લીધે બેટ દ્વારકાનાં લોકોમાં પણ એક હરખની હેલી છે. બ્રિજમાં કુલ 3 ગાળા બનાવશે. એમાં 500 જેટલા મીટર લંબાઇનાં તેમજ 200 મીટર જેટલા લંબાઇનાં બે સ્પાન બની જશે. બ્રિજની ઓખા બાજુની લંબાઇ 1066 મીટર જેટલી રહેશે. અને બેટ દ્વારકા બાજુની 1180 મીટર જેટલી લંબાઇ રહેશે. સિગ્નેચર બ્રિજ 27.20 મીટર પહોળો બનશે તેમજ આ બ્રિજમાં 2.5 મીટર જેટલી પહોળી ફૂટપાથ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle