ટ્રેનમાં આ અભિનેત્રી નું કોલ ગર્લ તરીકેનું પોસ્ટર લગાવતા પુરુષો એ કરી આવી હરકત..

બોઉ કોતા કાઓ’, તુમ અમૈ મિલે’, ‘સુબર્ણલતા’ અને ‘ભૂમિકન્યાַ જેવી બાંગ્લા ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ બૃષ્ટિ રોયની સાથે કંઈક એવું થયું કે તેના લીધે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસથી તેની પાસે અલગ અલગ નંબરોથી પુરુષોના કોલ આવી રહ્યા છે અને તેની સાથે અભદ્ર વાતો કરી રહ્યા છે.

બૃષ્ટિ રોયે વાત કરતા જણાવ્યું કે, મને 24 ઓગસ્ટથી અજાણ્યા નંબર પરથી કોલ આવવા લાગ્યા. શરૂઆતમાં મને લાગ્યું કે આ ખોટા ફોન છે કોઈ મને હેરાન કરી રહ્યું છે. ત્રણ દિવસ બાદ મારા એક મિત્રએ મને એક પોસ્ટરની તસવીર શેર કરી ત્યારે મને ખબર પડી કે આવું બધું કેમ થઈ રહ્યું છે. ફોટો જોઈને હું ચોંકી ગઈ હતી.

મને સતત ફોન આવવાનું શરૂ થઈ ગયું. ફોનમાં સીધી સર્વિસ વિશે જ પુછે. બધાનું એવું કહેવું છે કે, મારો નંબર તમને એક એસ્કોર્ટ સર્વિસની જાહેરાતવાળા પોસ્ટર પરથી મળ્યો છે. લોકો મને પુછી રહ્યા છે કે શું પોસ્ટર પર દેખાઈ છે તે ફોટો બૃષ્ટિ રોયનો જ છે. આવી બધી વાતો સાંભળીને મને મોટો આઘાત લાગ્યો.

લોકો મારી સાથે ગંદી વાતો કરતા હતા. બૃષ્ટિએ પોલીસ ફરિયાદ કરી છે. તેણે આગળ કહ્યું કે, હું ફોન નંબર બદલવાનું વિચારૂ છું પણ હાલ પોલીસની તપાસ શરૂ છે એટલે હું નહીં કરી શકું. હાલ તો હું તેનો સામનો કરી રહી છું. હું જાણું છું કે હું નિર્દોષ છું. કોઈએ મને હેરાન કરવા માટે આ બધું કાવતરૂ કર્યું છે. પરંતુ હું હાર નહીં માનું અને જલ્દી જ ગુનેગારોને સજા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *