પત્નીને ફોન કરી ગોંડલના યુવકે વેરી તળાવમાં ઝંપલાવી સંકેલી જીવનલીલા- પતિના છેલ્લા શબ્દો સાંભળી રડી પડી પત્ની

ગોંડલ (Gondal)માં યુવાનોમાં આપઘાતનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વધુ એક યુવાને વેરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. મળતી માહિતી અનુસાર, ગોંડલ શહેરના જેતપુર રોડ(Jetpur Road) પર સાંઢીયા પુલ પાસે આવેલ મોહનનગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડ (Marketing Yard)માં કમિશન એજન્ટ (Commission Agent)નું કામ કરતા ખુશાલ પરબતભાઈ નાકરાણી(25) એ કોઈ અગમ્ય કારણોસર સોમવારના સાંજે તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. આ પછી યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હોવાની શંકા:
દીકરાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. તેમજ સરકારી દવાખાના ખાતે પણ બહોળી સંખ્યામાં તેના સગા વહાલાઓ મિત્ર મંડળો એકઠા થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસથી ખુશાલ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો હતો.

તેને આપઘાત કરતા પહેલા પત્ની અને મિત્રો જોડે મોબાઈલ ફોનમાં વાત પણ કરી હતી તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મિત્રોને ફોન કરીને તેણે જણાવ્યું હતું કે, વેરી તળાવે તેનું બાઈક બંધ પડી ગયું છે, તેને મદદની જરૂર છે. તેથી એક બે મિત્રો વેરી તળાવે પહોંચ્યા હતા. ત્યારે ત્યાં માત્ર બાઈક અને મોબાઈલ જ પડ્યા હતા અને મિત્રોને કંઈક અજુગતું થયું હોવાનો ભાસ થતાં અન્ય મિત્રો સગા વહાલાઓ અને પોલીસ ને જાણ કરી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા આ ઘટનાનો ખુલાસો થયો હતો. જાણવા મળ્યું છે કે, ખુશાલ નાકરાણીના લગ્ન અઢી મહિના પહેલા જ થયા હતા. તે બે ભાઈ અને બે બહેનના પરિવારમાં ઘરના આધાર સ્તંભ સમાન મોટા હતા અને બે બહેનોને સાસરે પણ વળાવી આપી છે, ત્યારે અકાળે ખુશાલે ​​​​​​​જીવનનો અંત આણી લેતા પરિવારમાં ચકચાર મચી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *