હરિયાણા ના ઝજ્જરમાંદેશના સૌથી મોટા રાષ્ટ્રીય કેન્સર સંસ્થાન નું ઉદ્ધઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થયું હતુ. રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનના નિદેશક જીકે રથે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનમાં 50 બેડની સુવિધા શરુ થઈ ચુકી છે. આ વર્ષના અંત સુધીમાં સંસ્થાનમાં 400 બેડની સુવિધા પણ શરુ કરી દેવામાં આવશે.તેઓએ જણાવ્યું કે હાલ સંસ્થાનના ઓપીડીમાં 80થી 100 દર્દીઓને જોવામાં આવી રહયા છે. દિલ્હીના એમ્સના દર્દીઓને પણ ઝજ્જર મોકલવામાં આવી રહયા છે. ડોક્ટર રથના જણાવ્યા અનુસાર, વર્ષ 2020 સુધીમાં 500 બેડની સુવિધા પણ થઇ જશે. આ કુલ 710 બેડની હોસ્પિટલ હશે.
એમ્સના રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનમાં 60 હજાર દર્દીઓનું સેમ્પલ એકત્ર કરવાવાળી લેબ પણ શરુ થઇ ચુકી છે. અહીં એક દિવસમાં 60 હજાર દર્દીઓના કેન્સરની તપાસ માટે કોશિકાઓના નમૂના લઇ શકાય છે. સંસ્થાનમાં આપાતકાલીન Emergency વિભાગ પણ શરુ થઇ ચુક્યો છે.
અહીં સીટી સ્કેન, કિમોથેરાપીની સુવિધાઓ પણ અપાઈ રહી છે. અહીં ઓપરેશન થિયેટર અને રેડિયો થેરાપીની સુવિધા પણ શરુ થઇ ચુકી છે અને ગંભીર દર્દીઓનું ઓપરેશન પણ થઇ શકાશે.
આ સંસ્થાનમાં સારવાર માટે પ્રોટીન થેરાપીનો પણ ઉપયોગ કરવામાં આવશે.આ ટેક્નિકમાં પ્રોટીન બીમથી દર્દીઓના કેન્સરની ગાંઠ પર સચોટ વાર કરીને તેને નષ્ટ કરવામાં આવે છે. આ કેન્સરની કોશિકાઓને જ નિશાન બનાવે છે. જેથી તેની આસપાસની સ્વસ્થ કોશિકાઓને નુકશાન ન થાય. જેનાથી શરીરના અન્ય ભાગો પર રેડિએશનની ખરાબ અસર ન પડે.
ઈલાજ માટે ચૂકવવી પડશે મામૂલી રકમ :-આ રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનના ઓપીડીમાં ફક્ત 10 રૂપિયાની કાર્ડ ફી લાગશે. એમ્સમાં કેન્સરના રોજ સરેરાશ 1300 દર્દીઓ આવે છે, જેમાંથી સરેરાશ 400ને જ સારવાર મળી શકે છે.
કેન્સર ભારતમાં બીજા નંબર નો ઘાતક રોગ છે. દેશમાં કેન્સરના દર્દીઓ ની સંખ્યા બમણી થતી જાય છે. 1990 માં કેન્સરના દર્દીઓ ની સંખ્યા 5.5 લાખ હતી જે 2016 માં વધીને 10.6 લાખ થઇ ગઈ છે. 9% લોકોને પેટ નું કેન્સર, 8.2% લોકોને બ્રેસ્ટ નું કેન્સર અને 7.2% લોકોમાં હોઠનું કેન્સર જોવા મળે છે.આ હોસ્પિટલનો શિલાન્યાસ ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ દ્વારા 4 જાન્યુઆરી 2014 ના રોજ કરવામાં આવ્યો હતો.