પીએમ મોદીએ મહાત્મા ગાંધી ના જીવનમાંથી શીખ્યા ત્રણ મોટી વાતો, એટલે જ દુનિયાભરમાં આજે વાગી રહ્યો છે ડંકો..

30 જાન્યુઆરી 1948ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નથુરામ ગોડસે એ ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે ગાંધીજી દિલ્હીના બિડલા ભવનમાં સાંજની પ્રાર્થના સભામાં થી…

30 જાન્યુઆરી 1948ના રોજ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નથુરામ ગોડસે એ ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે ગાંધીજી દિલ્હીના બિડલા ભવનમાં સાંજની પ્રાર્થના સભામાં થી ઉઠી રહ્યા હતા ત્યારે નથુરામ ગોડસે બાપુ ની છાતી ઉપર ગોળી ની વર્ષા કરી હતી. ત્યાર પછી નથુરામ ગોડસેની વિરુદ્ધમાં શિમલાની કોર્ટમાં કેસ ચાલ્યો અને ૧૫ નવેમ્બર 1949 ના રોજ નથુરામ ગોડસે અને ગાંધીજીની હત્યાના આરોપમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી. મહાત્મા ગાંધીજી ભલે મૃત્યુ પામ્યા. પરંતુ તેમના અનેક વિચારો પણ આજે એ જીવંત છે. જેમના બતાવેલા રસ્તે ચાલીને અનેક સામાન્ય લોકો આજે મહાન બની ચૂક્યા છે. જેમાં એક ભારતના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે.

નરેન્દ્ર મોદીએ પણ ગાંધીજીની અનેક વાતોનો અનુસરણ કર્યું હતું. જેના કારણે દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ખુદ 2 ઓક્ટોબરના રોજ એક લેખ દ્વારા આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો. તો આવો આપણે નજર નાખીએ ત્રણ વાતો પર કેજે નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી પાસેથી શીખી હતી.

1. નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી પાસેથી પહેલી વાત એ શીખી કે પોતાને ગાંધીજી પાસેથી શાંતિ , અહિંસા અને માનવતાને એક જૂથ કરવાની પ્રેરણા મળી હતી. ગાંધીજીના સમાનતા અને સમાવેશી વિકાસ નો જે સિદ્ધાંત છે તેના ઉપરથી જ પીએમ મોદીને વિકાસ નું સૂત્ર મળ્યું હતું.

2. 2014માં પીએમ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. જેની પ્રેરણા પણ તેમને મહત્માં ગાંધીજીના જીવનમાંથી મળી હતી. પીએમ મોદીના લેખ મુજબ “વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે..” આ મહાત્મા ગાંધીજીની સૌથી પ્રિય પંક્તિઓ માંની એક હતી. આ પંક્તિ મુજબ નરેન્દ્ર મોદીની પણે ભાવના હતી કે બીજા માટે જીવન જીવવા પ્રેરિત થાય.

3. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી પાસેથી પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવાની પણ પ્રેરણા મેળવી હતી. પ્રધાનમંત્રી ના લેખ મુજબ મહાત્મા ગાંધીએ એક સદીથી પણ વધુ સમય પહેલા માનવ ની જરૂરિયાત અને તેમની લાલચ વચ્ચેનું અંતર સ્પષ્ટ કર્યું હતું. મહાત્મા ગાંધી પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરતી વખતે સંયમ અને કરુણા બંનેનું પાલન કરવાની સલાહ આપતા હતા અને પોતે પણ તેનું પાલન કરીને અનોખી મિસાલ રજૂ કરી હતી.

મહાત્મા ગાંધી તેઓ પોતાનું શૌચાલય ખુદ સ્વચ્છ કરતા હતા અને આસપાસ વાતાવરણની સ્વચ્છતા સૂર્ય કરતા હતા. મહાત્મા ગાંધી માનતા હતા કે “જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે”. ગાંધીજી ખાસ એક વાતની ખાતરી કરતા હતા કે પાણી ઓછામાં ઓછું વપરાય અને અમદાવાદમાં તેમણે આ વાત પર વિશેષ ધ્યાન આપ્યું હતું કે દૂષિત જળ સાબરમતી ના પાણી સાથે ના ભલે. આમ ગાંધીજીના ઘણા વચનો નરેન્દ્રભાઇ મોદીએ પોતાના જીવનમાં ઉતાર્યા છે, જેની વધારેમાં વધારે લોકો ધ્યાનમાં લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *