કાર કે ટુ-વ્હીલર લઇને નીકળો તે પહેલા આ સમાચાર વાંચી લેજો- પોલીસે લીધો મોટો નિર્ણય

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેર પોલીસ દ્વારા હવેથી વાહનો ચલાવવા માટે એક સ્પીડ નક્કી કરી દેવામાં આવીછે. એટલે કે હવેથી શહેરમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવનારા વાહનચાલકો વિરૂદ્ધ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરમાં કાર માટે વધુમાં વધુ 70 KM સ્પીડ નક્કી કરાઈ છે. જ્યારે ટુ-વ્હીલર્સ માટે 60 KMની સ્પીડ નક્કી કરવામાં આવી છે. મુખ્ય રસ્તાઓ પર પોલીસ(Ahmedabad Police) સ્પીડ ગનની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના SG અને SP રીંગ રોડ પર સૌથી વધારે અકસ્માત સર્જાય છે. જેનું મુખ્ય કારણ પણ ઓવરસ્પીડ જ હોય છે. ઓવર સ્પીડના લીધે અકસ્માત થતો હોવાથી અમદાવાદ પોલીસ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઇએ કે, દિવસ રાત અમદાવાદના માર્ગ હંમેશા વાહનોની ચહલ-પહેલથી ધમધમતા રહેતા હોય છે. વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો સ્માર્ટ સિટી અમદાવાદના માર્ગો પર અકસ્માતોની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરના માર્ગો પર છેલ્લા 19 મહિનાઓમાં 622 અકસ્માતના કેસો સામે આવ્યા છે. જેમાં 677 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આંકડો ટ્રાફિક પોલીસના ચોપડે નોંધાયા છે. જો વર્ષ 2022ના જાન્યુઆરીથી જુલાઇ મહિના સુધીમાં જ અકસ્માતના કુલ 264 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાંથી પોલીસ દ્વારા 265 કેસ ફેટલ અકસ્માતના ગણવામાં આવ્યા છે.

વધુમાં તમને જણાવી દઈએ કે, જૂન માસમાં 39 અકસ્માત થયા હતા. જે અકસ્માતમાં 40 લોકોના મોત થયા છે. તેમજ જુલાઈમાં અકસ્માતના 41 બનાવમાં 41 લોકોના મોત થયા છે. અકસ્માતો પાછળ ઓવર સ્પીડ મુખ્યકારણ હોવાનું બહાર આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ રાહદારીઓ અને ટૂ વ્હીલર ચાલકો બની રહ્યાં છે. ઓવરસ્પીડિંગના બનાવો પર નિયંત્રણ લાવવા માટે પોલીસ E-મેમોનો સહારો પણ લઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *