અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, તારાપુર-વાસદ ધોરી માર્ગ(Tarapur-Vasad Highway) પર નાર પાસે પુરપાટ ઝડપે જતી કાર ડિવાઇડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના પાંચ સભ્ય ઘવાયાં હતાં. જેમાં સાસુ અને પુત્રવધુના કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે યુવક, તેના પિતા અને પુત્ર ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સાસુ-વહુના મોત:
મળતી માહિતી અનુસાર, પુનાના રહેવાસી અભિજીત અજીતકુમાર મંડલ તેમના પરિવાર સાથે સોમનાથ દર્શન કરવા ઇક્કો સ્પોર્ટ કાર લઇને નિકળ્યાં હતાં. આ દરમિયાન તેઓ વાસદ-તારાપુર રોડ પર પુરપાટ ઝડપે પસાર થતાં હતાં, તે સમયે નાર પાટીયા પાસે બ્રિજ પરના ડિવાઇડર સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા:
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારમાં સવાર અભિજીત મંડલ, તેમના પિતા અજીતકુમાર, પુત્ર વીર, માતા પુર્વીબહેન અને પત્નિ નિશાબહેનને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલિક પણે તમામને સારવાર માટે પ્રથમ તારાપુર બાદમાં કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર દરમિયાન અભિજીતના પત્ની નિશાબહેન અભિજીત મંડલ (32) અને તેમના માતા પુર્વિબહેન અજીતકુમાર મંડલ (59)નું મૃત્યું નિપજ્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી:
આ ઉપરાંત અભીજીત, અજીતકુમાર અને વીરને સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “સોમનાથ મહાદેવના દર્શને જતા પરિવારને થયો કાળનો ભેટો, સાસુ-વહુને મળ્યું ધ્રુજાવી દેતું મોત”