અકસ્માતની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. સેલવાસના ડોકમરડીથી યાત્રિ નિવાસ તરફના રીંગરોડ પર એકદંત સોસાયટી નજીક કાર ચાલક ખાડાથી બચવા સાઈડ પરથી કાર હંકારવાના પ્રયાસમાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર પાર્ક કરવામાં આવેલી ટ્રાવેલ્સની બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારમાં સવાર 6 યુવકોને ગંભીર ઈજા થતા 108માં સેલવાસ સિવિલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, સોમવારની રાત્રે 6 યુવાનો સેન્ટ્રો કાર નંબર ડીએન-09-ડી-2170 લઈને ડોકમરડીથી રીંગરોડ પર યાત્રિનિવાસ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કારચાલકે રસ્તા પરના ખાડાથી બચાવનો પ્રયાસ કરતા સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને રોંગ સાઈડ પર ઉભેલી ટ્રાવેલ્સની બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર તમામ 6 યુવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી.
બનાવની જાણ થતા 108ની ટીમ અને પોલીસ સ્થળ પર પહોચી ગઇ હતી. આ પછી ઘાયલ યુવકોને સારવાર અર્થે સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન અમળીના પરિક્ષત જીતેન્દ્ર સોનવાલ (23)નું મોત નીપજ્યું હતું. હાલ આ ઘટના અંગે ફરિયાદ નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.