કાર અને ટ્રક વચ્ચે સર્જાયો કાળમુખો અકસ્માત- એક જ પરિવારના 6 લોકોના મોત થતા હસતો-રમતો પરિવાર વિખેરાયો

બુધવારે એટલે કે આજ રોજ સવારે લખનઉ-અયોધ્યા(Lucknow-Ayodhya) રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નારાયણપુર(Narayanpur) ગામ નજીક રોડ પર પાર્ક કરાયેલા કન્ટેનર સાથે પાછળથી આવી રહેલી મારુતિ કાર અથડાઈ હતી. આ અકસ્માત(Accident)માં પતિ-પત્ની, તેમના બે બાળકો સહિત એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, અયોધ્યા જિલ્લાની સરહદમાં આવતા રૂદૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના રસુલપુર માજરે હયાત નગરમાં રહેતો 35 વર્ષીય અજય ગુજરાતના સુરત શહેરમાં પરિવાર સાથે રહીને સાડી બનાવવાનું કામ કરતો હતો. મંગળવારે તે તેની 28 વર્ષીય પત્ની સપના, 10 વર્ષીય પુત્ર યશ, 8 વર્ષનો પુત્ર આયન, 36 વર્ષીય મોટો ભાઈ આદર્શ અને 26 વર્ષીય રામજનમ સાથે હતો. મારુતિ કારમાં તેમના ઘરે જવા નીકળ્યા હતા.

NH પર પહેલેથી જ ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ કાર:
કારમાં અજયનો પરિવાર ખુશીથી ઘરે જઈ રહ્યો હતો. અજયનો મોટો ભાઈ આદર્શ ડ્રાઈવિંગ કરતો હતો. બપોરે 2:30 વાગ્યાના સુમારે આ લોકોએ ઘરે પરિવારના સભ્યો સાથે મોબાઈલ દ્વારા વાત પણ કરી હતી. પરંતુ સવારે લગભગ ત્રણ વાગ્યે તેમની કાર નારાયણપુર ગામ પાસે બનેલી હોટલની સામે પહેલાથી જ ઉભેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. તેમાં બેઠેલા તમામ લોકો મૃત્યુ પામ્યા.

કન્ટેનરના ચાલકે પીઆરબીને જાણ કરી હતી:
કન્ટેનરના ચાલકે કારના અકસ્માત અંગે પીઆરબીને જાણ કરતાં તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં PRBના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ જોઈને કોટવાલ અજય પ્રકાશ ત્રિપાઠીને જાણ કરી હતી. કોટવાલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી પોલીસે તમામ મૃતદેહોને બહાર કાઢીને સીએચસીમાં મોકલી આપ્યા હતા. મૃતદેહો પાસેથી મળી આવેલા મોબાઈલ પરથી ઘરના નંબર પર ફોન કરીને સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. મૃતકોના સંબંધીઓ સીએચસી પહોંચ્યા અને મૃતદેહની ઓળખ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *