ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાની વેકસીન કોવિશિલ્ડ લીધા પછી એન્ટિબોડીઝ બનાવવામાં નિષ્ફળ જવા બદલ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા સામે કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી અંગે કોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશનનો રિપોર્ટ લીધા બાદ આગામી 2 જુલાઈના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે પ્રતાપચંદ્ર નામના વકીલને ગોવિંદ હોસ્પિટલમાં 8 એપ્રિલે કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો. પરંતુ રસી મળ્યા બાદ તેની તબિયત લથડી હતી અને 25 મેના રોજ તેની એન્ટિબોડી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ, એન્ટિબોડીઝ તેના શરીરમાં વિકસિત થઇ ન હતી અને સામાન્ય પ્લેટલેટ પણ અડધાથી ઓછા થઈ ગયા હતા. જેને કારને સંક્રમણનું જોખમ વધી ગયું છે. આ કેસમાં પ્રતાપ ચંદ્રએ કોવિશિલ્ડ બનાવનાર સીરમ સંસ્થાના સીઈઓ આદર પૂનાવાલા સામે કોર્ટમાં અરજી કરી હતી.
અદાર પૂનાવાલા સહિત 7 લોકો વિરુદ્ધ એડ્વોકેટ પ્રતાપ ચંદ્રાએ એફઆઈઆર નોંધવા માટે કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આઈસીએમઆરના મહાનિર્દેશક, ઔષધિ માનક નિયંત્રણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન યૂપીના નિદેશક અને ગોવિંદ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર લખનઉના નિદેશકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રતાપ ચંદ્રાએ આ તમામ સામે છેતરપિંડી અને હત્યાનો કેસ નોંધવા કોર્ટનો આદેશ માંગ્યો છે. જો કે કોર્ટે હવે પોલીસ સ્ટેશનનો રિપોર્ટ માંગ્યો છે. જેની આગામી સુનાવણી 2 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.