હોમ આઇસોલેશન હેઠળ રહેનાર લોકોમાં જ સૌથી વધુ મળી આવે છે બ્લેક ફંગસના કેસો, ચોંકાવનારુ તારણ આવ્યું સામે

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

જોવા જઈએ તો હોમ આઇસોલેશન હેઠળ રહેતા લોકોમાં જ સૌથી વધુ બ્લેક ફંગસના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો વોટ્સએપ અને ચિકિત્સા દ્વારા દવાઓનું લખાણ લીધા બાદ તે સ્ટેરોઈડ યુક્ત દવાનું સેવન કરે છે. જેને લીધે તેમને બ્લેક ફંગસની અસર જોવા મળે છે. ત્યારે જોધપુર એઈમ્સના ડોક્ટર અમિત ગોયલના કહ્યા અનુસાર તેમને ત્યાં 10 માંથી 8 દર્દીઓ એવા છે જે OPD આધારિત સ્ટેરોઈડ દવાઓનું સેવન કર્યું હતું અને બ્લેક ફંગસ શિકાર બન્યા છે.

આ દર્દીઓએ  મોબાઈલ ફોન દ્વારા કોઈ વ્યક્તિનું માર્ગદર્શન મેળવ્યું અને તેમણે વિટામિન સી, એઝીથોમાઇસ, મેડ્રોન, ઝિંકોવિત વગેરે જેવી પ્રખ્યાત દવાઓ લખી આપેલ હતી અને લોકોએ તે દવાનું સેવન પણ કર્યું હતું. જ્યારે તે દર્દીઓને  સેવન કરેલી દવાઓની અસરથી બચવા માટેની કોઈ યોગ્ય જાણકારી હતી નહિ. જયારે જોધપુર એઈમ્સમાં ફંગસથી પીડિત   દર્દીઓનો મૃત્યુદર 50% સુધી નોંધાઈ ચુક્યો છે.

ન્યુ દિલ્હીના લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડિરેક્ટર ડો.એનએન માથુર દ્વારા કહેવામા આવ્યું છે કે, 100  માંથી 60 જેટલા દર્દીઓ 30 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના છે. જેમાંથી કેટલાક દર્દીઓને ડાયાબિટીઝની ફરિયાદો છે. આ દર્દીઓ એટલા માટે ફંગસનો શિકાર બની રહ્યા છે કે તેઓ   ઘરે એકલા રહીને ગભરાતા હતા અને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દવાઓ લેતા હતા.

ડો.એનએન માથુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમની હોસ્પીટલમાં ફંગસનો મૃત્યુદર 45 % જેટલો છે, જે કોરોના કરતા 44 % વધુ છે. જ્યારે બ્લેક ફંગસના ઓપરેશન રેટ 90% સુધી છે. બંને હોસ્પીટલના ડોકટરના જણાવ્યા અનુસાર હોમ આઇશોલેશનમાં રહેનારા મોટા ભાગના દર્દીઓ એવા છે જેમને હોસ્પીટલમાં બેડ મળ્યા નથી. જેને લીધે દર્દીઓએ પોતાના ઘરે જ પોતાની જાતે જ સારવાર લેવાનું શરુ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *