સાચવજો: સુરત શહેરમાં કઈક અજુગતું થવાના એંધાણ, કોરોના બાદ આ રોગથી બાળકો થઇ રહ્યા છે બીમાર 

સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે સુરત માટે વધુ એક મોટી આફતના ભણકારા વાગી રહ્યા છે. સુરત શહેરમાં બાળકોમાં વાયરલ…

સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે ત્યારે સુરત માટે વધુ એક મોટી આફતના ભણકારા વાગી રહ્યા છે. સુરત શહેરમાં બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં દિવસેને દિવસે સતત વધારો થયો છે. છેલ્લા 54 દિવસમાં 1750 બાળકોને વાયરલ ઇન્ફેક્શનની અસરબો ભોગ બન્યા છે. માત્ર સિવિલ હોસ્પિટલમાં જ 1750 બાળકોએ સારવાર લીધી છે. સુરત શહેરની અન્ય ખાનગી હોસ્પિટલોમાં વાયરલ ઇન્ફેક્શનનો આંકડો વધારે છે. સિવિલ હોસ્પિટલમાં આવેલા 1750 બાળકોના રેપિડ કરવામાં આવ્યા હતા જેમાં 1 બાળક પોઝિટિવ મળી આવ્યું હતું.

લાંબા સમયના વિરામ બાદ સતત વરસાદ વરસતા અચાનક જ સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સિઝનનો આ બદલાવ હાલ સુરતમાં બાળકો માટે ખતરાનું રૂપ ધારણ કરી રહ્યો છે. સુરત શહેરમાં અચાનક જ વાયરલ કેસોમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. માત્ર સિવિલ હોસ્પીટલની જો વાત કરવામાં આવે તો 54 દિવસમાં 1750 બાળકોને વાયરલ ઇન્ફેક્શનની અસર થઈ છે. જ્યારે સુરત શહેરની બીજી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા બાળકોની સંખ્યા આના કરતા પણ વધારે હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

સુરત શહેરમાં અનેક એવા વિસ્તારો આવેલા છે જ્યાં ગટરના પાણી ઉભરાય રહ્યા છે અથવા તો વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. સિઝનના બદલવા ઉપરાંત આ કારણો પણ વાયરલ ઇન્ફેક્શન માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે, આમ પણ પહેલાથી જ સુરત શહેરમાં પાણીજન્ય રોગોએ આંતક મચાવી રહ્યા છે. તેમાં બાળકોમાં સૌથી વધુ પ્રમાણમાં વાયરલ તાવ કેસો આવતા માતા પિતાની સાથે પરિવારોનું ટેન્શન વધ્યું છે.

કોરોના લક્ષણોમાં વાયરલ ઇન્ફેક્શનના લક્ષણનો સમાવેશ પણ થાય છે. આથી કહેવું મુશ્કેલ બની રહ્યું છે કે, બાળકને વાયરલ તાવ છે કે પછી કોરોના આથી સાવચેતીના ભાગ રૂપે સિવિલ તંત્ર દ્વારા તમામે તમામ 1750 બાળકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવેલ હતા. જેમાંથી 1 બાળક કોરોના પોઝિટિવ સામે આવ્યું હતું. સાથે સાથે અન્ય બાળકોને વાયરલ ઇન્ફેક્શન હોવાનું જાણવા મળ્યું હતું.

એકાએક વાયરલ તાવના કેસોમાં વધારો થતાં સુરત તંત્ર દોડતું થઇ ગયું છે અને તેમની સામે સરકારી હોસ્પિટલના બેડ ભરાઈ રહ્યા છે. કોરોના તો ધીમે ધીમે ઘટી રહ્યો છે પણ વાયરલ તાવના આ ભરડાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને કારણે સુરતવાસીઓની ચિંતામાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *