વાયરલ(Viral): જો કારમાં સવાર કોઈ વ્યક્તિ રસ્તામાં લાઇટ બલ્બ ચોરવા લાગે, તો કદાચ તમે તેના પર વિશ્વાસ નહીં કરો. પરંતુ હાલમાં આવો જ એક વિડીયો(Viral video) સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પણ બોલી ઉઠશો કે શું કોઈ વ્યક્તિ શરુ બલ્બની પણ ચોરી(Bulb theft video) કરી શકે. હાલમાં આ વિદીયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.
રાજસ્થાનના નવલગઢમાં કારમાં લાઇટ બલ્બની ચોરી કરવા આવેલા ચોર કેમેરામાં ઝડપાઇ ગયા હતા. 1-મિનિટ અને 20-સેકન્ડના વીડિયોમાં, બે માણસો બલ્બ ચોરવા માટે સફેદ અલ્ટો કારમાંથી નીચે ઉતરતા જોવા મળે છે. બાકીના લોકો કારની અંદર બેઠેલા જોવા મળે છે. જ્યારે એક દુકાનમાંથી બલ્બ ચોરી કરવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ જાય છે, ત્યારે ચોરો બીજી દુકાને જાય છે. તેમાંથી એક ખુરશી ઉપાડે છે, તેના પર ઊભો રહે છે અને બલ્બ ચોરી કરી લે છે. રાજસ્થાનના ઝુંઝુનુના નવલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કોલસિયા ગામમાં રવિવારે સવારે લગભગ 1:30 વાગ્યે આ ચોરીની ઘટના બની હતી.
ચોરોના અવાજથી દુકાન માલિક મહેન્દ્ર દૂત ઊંઘમાંથી જાગી ગયા હતા. અવાજ પાછળનું કારણ જાણવા તે બહાર ગયા હતા. તેમની નજીક આવતા જ ચોર કારમાં બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. રાજદૂતે કહ્યું કે તેણે કોઈને બાજુની દુકાનનું શટર તોડવાનો અવાજ સાંભળતા તેઓ રૂમમાંથી બહાર આવ્યા હતા. ચોર અન્ય દુકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની આશંકા હતી. તે જ સમયે, તેણે જોયું કે તેની દુકાનના લાઇટ બલ્બ ચોરાઈ ગયા છે.
એવું પણ હોઈ શકે છે કે, ચોર માત્ર બલ્બની ચોરી કરવા આવ્યા હતા. તેઓ મુખ્ય માર્ગ પર અંધારપટ કરવાનો પ્રયાસ કરી આસપાસની દુકાનોના તાળા તોડી તમામ બલ્બની ચોરી કરી રહ્યા હોવાની પણ અટકળો વહેતી થઈ હતી. ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.