બેંકમાં ઘુસી કેશિયરને ગોળી મારીને માત્ર 20 સેકન્ડમાં બદમાશો રોકડ રૂપિયા લઇ થયા ફરાર- જુઓ CCTV વિડીયો

બુધવારે સાંજે કેટલાક બદમાશો મુંબઈ(Mumbai)ના દહિસર(Dahisar) વિસ્તારમાં સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ઘૂસી ગયા હતા અને લૂંટ(Bank robbery)ના ઈરાદે ગોળીબાર કર્યો હતો. જેમાં એક બેંક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ફાયરિંગમાં બેંકનો સિક્યોરિટી ગાર્ડ(Security guard) ઘાયલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઘટનાનો એક સીસીટીવી વીડિયો(CCTV video) પણ સામે આવ્યો છે, જેમાં લૂંટારુઓ બેંકમાં ઘૂસીને ફાયરિંગ કરતા જોવા મળે છે. આરોપી બદમાશો રૂ. 2.5 લાખ ભરેલી બેગ લૂંટીને ભાગી ગયા હતા. ઘટનાના 12 કલાકમાં જ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું છે.

જ્યારે રોકવાનો પ્રયાસ કર્યો તો કર્મચારીને ગોળી વાગી હતી:
એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ પૌડવાલના જણાવ્યા અનુસાર, MHB પોલીસ સ્ટેશનની હદમાં દહિસરના SV રોડ પર સ્થિત સ્ટેટ બેંકમાં બુધવારે બપોરે 3.25 વાગ્યે 2 માસ્ક પહેરેલા માણસો બેંકમાં પ્રવેશ્યા હતા. બેંકમાં કેશ કાઉન્ટર પાસે હાજર સંદેશ ગોમરે (25) પાસે, બંને બદમાશોએ કાઉન્ટર પર રાખેલી રોકડ ભરેલી બેગ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. સંદેશે જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે એક બદમાશોએ સંદેશની છાતીમાં પિસ્તોલ વડે ગોળીબાર કર્યો હતો.

સ્ટેટ બેંકના સિક્યોરિટી ગાર્ડ ઘાયલ:
અન્ય એક સાથીદારે બેંકમાં હાજર સિક્યોરિટી ગાર્ડ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નાસી છૂટ્યો હતો. બદમાશોએ તેને પણ હથિયાર વડે માર મારીને ઇજા પહોંચાડી હતી. બંને કર્મચારીઓ ઘાયલ થયા બાદ બદમાશો કાઉન્ટર પર રાખેલી બેગ લઈને મીરા રોડ તરફ પગપાળા ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ પૌડવાલ અને ઉત્તર મુંબઈ પ્રાદેશિક વિભાગના ડીસીપી વિશાલ ઠાકુર સહિત સમગ્ર ઝોનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ:
પોલીસે જણાવ્યું કે મૃતક સંદેશ ગોમરે વિરારનો રહેવાસી હતો. તે બેંકમાં ખાનગી કર્મચારી તરીકે નોકરી કરતો હતો. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. સિક્યુરિટી ગાર્ડને સારવાર આપવામાં આવી રહી છે. લૂંટની ઘટનાની તપાસ માટે પોલીસની આઠ ટીમો બનાવવામાં આવી હતી, જેઓ મુંબઈના વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી હતી. જો કે પોલીસે આ કેસમાં ઝડપ દાખવતા બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ટુંક સમયમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ મામલે વધુ ખુલાસો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *