નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર પર્વના દિવસે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરીને નેતાઓનો ભ્રષ્ટાચાર ચલાવી નહીં લેવાય તે અંગે કાર્યવાહી શરૂ કરવામાં કોઈ કસર છોડી નથી. આની શરૂઆત દિલ્હીથી ઘણા સમય પહેલા શરૂ થઈ ગઈ હતી. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે કથિત કૌભાંડની તપાસમાં સતત CBI સીબીઆઇ અને ED ઇડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારે વિપક્ષે આ મુદ્દે પાણીમાં છબછબીયા શરૂ કરી દીધા છે.
જ્યારે બીજી તરફ પીએમ મોદીના હોમ ટાઉન ગુજરાતમાં પણ આવા જ એક કથિત ભ્રષ્ટાચારની તપાસ મુદ્દે સીબીઆઇ ગુપ્ત રીતે એક મંત્રીના કથિત પીએને બેસાડી દીધા હતા અને તેની સામે કથિત કૌભાંડની તપાસ અંગે કડક પૂછપરછ કરવામાં આવી હતી. અને આ પીએ એ પોપટની જેમ બધું બોલી નાખ્યું છે. પરંતુ CBI દ્વારા કોઈ કાગળ પરની કાર્યવાહી કરાઈ હોવાની જાણકારી સામે આવી નથી.
સૂત્રો જણાવે છે કે વડોદરાના રહેવાસી પીએ દ્વારા સરકારી અને સહકારી બેંકની લોન લઈને ઉચાપત કરી છે અને આ આંકડો 100 કરોડ રૂપિયાથી વધુનો છે. આ પીએ એક કેબિનેટ મંત્રીનું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સીબીઆઇએ કેબિનેટ મંત્રીના કથિત પીએની પૂછપરછ કર્યા બાદ સાહેબના આદેશ મુજબ મંત્રીમંડળમાં પણ આ મેસેજ લીક કરી દીધો છે કે અમારો હશે તો પણ છોડવામાં આવશે નહીં. આમ સુપરિમ કોર્ટે કહેલો પાંજરામાં પુરેલો પોપટ આઝાદ થઈને હવે સત્તા પક્ષના પ્રશ્ન નેતાઓને પણ છાવરશે નહીં તેવા સંકેત આપી દીધા છે.
સીબીઆઇના આ પગલા બાદ ગુજરાતના નેતાઓમાં અને ભાજપના સંગઠનમાં બેઠેલા રોકડી કરતા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ચૂંટણી પહેલા બધા પાક સાફ થઈ જજો તેવી વોર્નિંગ અપાઈ ગઈ છે. અમુક રાજકીય વિશ્લેષકો માને છે કે કેટલાક વિશ્વાસુ કટકિબાજોને ભેગી કરેલી મલાઈ પાર્ટી ફંડમાં જમા કરવાની સૂચના આપવામાં આવી છે.
તાજેતરમાં જ હિન્દુ મસીહા અને ભેખધારી બનીને ફરતા મંત્રીના મહત્વના પોર્ટફોલિયો છીનવી લેવામાં આવ્યા છે. તેનું કારણ પાછલા બારણે મુસ્લિમ સમાજના પોતાના હિત રક્ષકો ને છાવર્યા હોવાનું બહાર આવ્યું છે. મંત્રીના પી.એ પોતે પણ મંત્રીની જેમ પોલીસ પર રોફ જમાવીને ગંભીર ગુનેગારો અને ગેંગસ્ટરો ને છોડાવવા માટે અધિકારીઓને દબાણ કરતા હોવાની ગુપ્ત વિગતો પણ સામે આવી છે.
આ વિગતો પીએમઓ સુધી પહોંચતા ખોદ સાહેબે જ આ ગેમ ગોઠવી હોવાનું બહાર આવ્યું છે અને આ એક્શન બાદ ગુજરાત ભાજપના સંગઠન પર રોફ જમાવતા પાટીલને પણ કડક સંદેશો આપવામાં આવ્યો છે કે, સ્વમરજીથી સંગઠન નહીં ચાલે, પરંતુ આખા સંગઠનને સાથે રાખીને કામ કરવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.