સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ મંગળવારે એટલે કે ગઈકાલે એક મહત્વની જાહેરાત કરી છે. CBSE એ કોવિડ -19 ના માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અને નોંધણી ફી માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારી(Corona epidemic)ને કારણે તેમના માતા-પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય 2021-2022 શૈક્ષણિક વર્ષ(2021-2022 academic year) માટે લેવામાં આવ્યો છે.
COVID-19 મહામારીએ દેશ પર પ્રતિકૂળ અસર કરી છે અને વિદ્યાર્થીઓ પર તેની અસરને ધ્યાનમાં રાખીને CBSE એ શૈક્ષણિક સત્ર 2021-22 માટે ખાસ માપદંડ તરીકે નિર્ણય લીધો છે. એવા વિદ્યાર્થીઓ કે જેમણે COVID-19 મહામારીને કારણે તેમના માતાપિતા અથવા દત્તક લેનારા માતાપિતા ગુમાવ્યા છે. આવા વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી કે નોંધણી ફી લેવામાં આવશે નહીં.
સીબીએસઈએ સ્કૂલોને એલઓસી સબમિટ કરતા પહેલા વાસ્તવિકતા ચકાસવા માટે કહ્યું છે. સીબીએસઈએ શાળાઓને ઉમેદવારોની યાદી (એલઓસી) સબમિટ કરતી વખતે તેમના વાલીઓ ગુમાવનારા વિદ્યાર્થીઓની વિગતો આપવા જણાવ્યું હતું. સીબીએસઈને કોવિડના કારણે અનાથ થયેલા વિદ્યાર્થીઓ માટે દયાળુ વલણ અપનાવવા ઘણી વિનંતીઓ મળી હતી. CBSE નું આ પગલું ચોક્કસપણે એવા વિદ્યાર્થીઓ માટે એક મોટું વરદાન માનવામાં આવી રહ્યું છે જેમણે તેમના માતા-પિતા ગુમાવ્યા છે.
? #CBSE announces exemption of exam fees- examination fees, registration fees for class X and XII student(s), who have lost both parents or surviving parents/legal guardian due to #COVID19; for academic session 2021-22. @cbseindia29 pic.twitter.com/QyDDNw1Tt2
— NewsMobile (@NewsMobileIndia) September 21, 2021
CBSE એ સોમવાર, 20 સપ્ટેમ્બરે ‘CBSE રીડિંગ મિશન 2021-23’ નામની નવી પહેલ શરૂ કરી. નામ સૂચવે છે તેમ, વાંચન મિશન 2021 થી 2023 સુધી 2 વર્ષ માટે લાગુ કરવામાં આવશે. મિશનનો ઉદ્દેશ વર્ગ 1 થી 8 ના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. તે 25,000 થી વધુ CBSE શાળાઓમાં લાગુ કરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પ્રથમ બુક્સ સ્ટોરી વીવર અને સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરીને 20 સપ્ટેમ્બરે બે વર્ષના સીબીએસઈ રીડિંગ મિશન શરૂ કરશે. આ મિશન અંતર્ગત, NEP 2020 ની ભલામણોને અનુરૂપ શાળાઓ અને શિક્ષકોને ગુણવત્તાયુક્ત અંગ્રેજી અને હિન્દી બાળકોની વાર્તા પુસ્તકો અને ધોરણ 1 થી 8 માટે પૂરક સંસાધનો હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.