શિક્ષણ આપતી શાળા વિદ્યાર્થીને મોત આપશે? સુરતમાં બે-બે શાળામાંથી વિદ્યાર્થીઓ થયા કોરોનાનો શિકાર

સુરત(ગુજરાત): સ્કૂલો શરૂ થયાને લગભગ 15 જ દિવસ થયા છે ત્યાં તો વિદ્યાર્થીઓને કોરોના થયાના બનાવો જોવા મળી રહ્યા છે. લિંબાયતની સુમન સ્કૂલમાં છેલ્લા બે…

સુરત(ગુજરાત): સ્કૂલો શરૂ થયાને લગભગ 15 જ દિવસ થયા છે ત્યાં તો વિદ્યાર્થીઓને કોરોના થયાના બનાવો જોવા મળી રહ્યા છે. લિંબાયતની સુમન સ્કૂલમાં છેલ્લા બે દિવસમાં ધો.10ના વિદ્યાર્થીને, જ્યારે સિંગણપોરમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં 2 વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો. સાત દિવસ માટે બંન્ને સ્કૂલોને બંધ કરાવી દેવામાં આવી છે. સિંગણપોરની સ્કૂલમાં ભણતી બન્ને વિદ્યાર્થિની કતારગામમાં સાથે ટયૂશન કલાસીસમાં જતી હતી. તેવામાં એકને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો અને અન્ય વિદ્યાર્થીનીને માથામાં દુ:ખાવો હતો.

પાલિકાની તપાસમાં સ્પષ્ટ થયું છે કે, બન્નેના પરિવારમાં દરેક સભ્યોએ વેકિસનનો પહેલો ડોઝ લઇ લીધો છે. જે ટયૂશન કલાસમાં બન્ને વિદ્યાર્થિની જતી હતી તેને પણ સાત દિવસ માટે બંધ કરાવાયા છે. જ્યારે આ બન્ને વિદ્યાર્થિનીની સાથે સ્કૂલમાં ભણતા અન્ય 42 વિદ્યાર્થીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

લિંબાયતની સુમન સ્કૂલમાં મંગળવારે જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો હતો. તેના પરિવારમાં પણ તમામ સભ્યોએ વેકિસનના બન્ને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ પોઝેટિવ ત્રણેય ‌વિદ્યાર્થીઓના પરિવારમાં કોઈને પણ કોરાના નથી. ત્યારે તેમને ચેપ કેવી રીતે લાગ્યો એ અંગે પાલિકાએ તપાસ શરુ કરી છે.

પાલિકાએ સ્કૂલોમાં ‘સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ’ બનાવવા આદેશ કર્યો છે. આચાર્યના અધ્યક્ષસ્થાને આ સમિતિ તેમની સ્કૂલે આવતા વિદ્યાર્થીઓનું રજિસ્ટર નિભાવવું પડશે. જેમાં દરેક વિદ્યાર્થી સ્વસ્થ છે કે કેમ, સ્કૂલના દરવાજા અને બારી ખુલ્લી રાખવામાં આવે છે કે કેમ એ તમામ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થીને સામાન્ય શરદી હોય કે તેમના ઘરમાં પણ કોઈ અસ્વસ્થ હોય તેવા વિદ્યાર્થીને સ્કૂલે ન આવવા જાણવામાં આવે છે.

સુરતના કતારગામમાં 2 બાળકો પોઝીટીવ મળી આવ્યા છે. આ ઉપરાંત લિંબાયત વિસ્તારમાં પણ એક બાળક કોરોના પોઝીટીવ થયો હતો. આમ સુરતમાં કુલ 3 બાળકો કોરોના પોઝીટીવ મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *