BRTS બસે એકટીવા ચાલકને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ગયા અઠવાડિયે અમદાવાદના બીઆરટીએસ બસ ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે…

અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ગયા અઠવાડિયે અમદાવાદના બીઆરટીએસ બસ ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બસની ટક્કર બાદ એક્ટિવા ચાલક રોડ પર પટકાયો હતો. આ બનાવ 14 જુલાઈના રોજ વહેલી સવારે અમદાવાદના શાસ્ત્રીનગર બીઆરટીએસ ચાર રસ્તા પર બન્યો હતો.

હાલમાં આ બીઆરટીએસ અકસ્માતના જે સીસીટીવી સામે આવ્યા છે તેના પરથી અનેક વાત સ્પષ્ટ થાય છે. જેમાં જોઈ શકાય છે કે, બસ ચાલક પોતાની સાઇડમાંથી જમણી તરફ વળવાનો પ્રયાસ કરે છે ત્યારે જ સામેની બાજુએથી આવી રહેલા એક્ટિવા ચાલક તેની સાથે ટકરાય છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં બસની સ્પીડ કેટલી હતી તે સહિતની અનેક વિગતો હજુ સામે આવી નથી.

જાણવા મળ્યું છે કે, 14મી જુલાઈના રોજ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા શાસ્ત્રીનગર ચાર રસ્તા નજીક વહેલી સવારે એકિટવા ચાલકનું BRTS બસની ટક્કરે મોત નીપજ્યું હતું. મૃતક જલુભાઈ દેસાઈ છાપા વિતરણનું કામ કરતા હતા અને સવારે ઘરે પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેથી બસ ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. આ દરમીયાન, બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી માટે હાય હાય BRTS નારા પણ લગાવ્યા હતા.

સમગ્ર બાબતને લઈને B ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી BRTS બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, મૃતક જલુભાઈ દેસાઈ શહેરના ચાણકયપુરી વિસ્તારમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે. આ ઉપરાંત, જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હોવાનું પાન જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા ગયા હતા. 6:30ની આસપાસ એક્ટિવા લઈને અંકુર ચાર રસ્તાથી ચાણકયપુરી ઘરે પરત ફરતાં હતા ત્યારે BRTS ઇલેક્ટ્રિક બસ ચાલકે તેમને ટક્કર મારી હતી. ટક્કર બાદ જલુભાઈ નીચે પટકાયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, 108 આવે તે પહેલા જ તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *