SMCની લાખોની પાઈપો ચોરતી ઘટના સીસીટીવીમાં કેદ. જુઓ વિડીયો

સુરતના પાંડેસરાના પુનિતનગર સોસાયટીના કોમન પ્લોટમાંથી સુરત મનપાના કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલી અંડર ગ્રાઉન્ડ પાણીની લાઇનના રૂપિયા 1.05 લાખની મત્તાના પાઈપની ચોરી થઈ છે. ચોરીની આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક પાઈપ લઇ જતા સીસીટીવીમાં કેદ થઇ જતા તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, પાંડેસરાના પુનિતનગર સોસાયટીના રસ્તામાં પાણીની પાઇપ લાઇન નાંખવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. મનપાએ તેનો કોન્ટ્રાક્ટ અસરફખાન હમીદખાન પઠાણને આપ્યો હતો અને સોસાયટીના આંતરિક રસ્તાનું ખોદકામ કરી મોટા ભાગની પાઈપ લાઇન નાંખી દેવામાં આવી હતી પરંતુ થોડું કામ બાકી હોવાથી પાણીની લાઇનના પાઇપ પુનિતનગર સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવી હતી. જેની ચોરી થઈ છે.

આ દરમ્યાનમાં અઠવાડિયા અગાઉ રૂપિયા 1.05 લાખની મત્તાના પાઇપ અચાનક જ ગાયબ થઈ ગયા હતા. જેની જાણ સોસાયટીના પ્રમુખે કોન્ટ્રાકટર અસરફખાનને જાણ કરતા તેઓ તુરંત જ દોડી ગયા હતા અને તપાસ કરતા સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજમાં એક ટ્રેક્ટરમાં પાઈપ ભરીને લઈ જતા નજરે પડ્યો હતો. જેથી આ અંગે કોન્ટ્રાક્ટરે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *