રેલવે ફાટક તોડી અંદર ઘૂસ્યો બેકાબૂ ટ્રક, જોતજોતામાં સર્જાયો એવો ભયંકર અકસ્માત કે… -જુઓ વિડીયો

મધ્યપ્રદેશ ના સાગર માં એક ભયાનક એકસીડન્ટ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યું છે.તેમાં રેલવે ક્રોસિંગ પાસે બધા વાહનો ઉભેલા છે. અને ક્રોસિંગ ફાટક પણ બંને…

મધ્યપ્રદેશ ના સાગર માં એક ભયાનક એકસીડન્ટ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યું છે.તેમાં રેલવે ક્રોસિંગ પાસે બધા વાહનો ઉભેલા છે. અને ક્રોસિંગ ફાટક પણ બંને બાજુથી બંધ છે. એવામાં બધા વાહનો અને વાહનચાલકો શાંતિથી ત્યાં ઉભેલા હતા.

એક માણસ ફાટકની પેલે પારથી વાહનો ઉભા હતા તે બાજુ નીચે નમીને આવી રહ્યો છે. એવામા બે બાઇક સવારો પાછળની બાજુ જોતા જ પોતાની બાઇક મુકીને નાસવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ આ દરમિયાન એક સ્ત્રી પણ નાસવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે અન્ય એક યુવક સાથે અથડાઈ જવાથી ભાગી શકતી નથી. પરિણામે ફાટકની પાછળની બાજુએથી પૂર ઝડપે આવતો એક ટ્રક પિકઅપ વાહને પોતાની સાથે લઈ જાય છે.અને આ પીકપ ની સાથે પેલી સ્ત્રી પણ ઝપેટમાં આવી જાય છે.

સ્ત્રી પીકપના બોનેટ ઉપર આવી જાય છે. થોડીવાર બોનેટ પર રહ્યા બાદ તે નીચે પડી જાય છે અને ટ્રકના ટાયર નીચે આવી જાય છે. આ 50 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આખો અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો હતો. ઘટના બાદ ટ્રક ચાલક ત્યાંથી ટ્રક છોડી ફરાર થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *