ગયા વર્ષે 8 ડિસેમ્બરના રોજ બનેલ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ બિપિન રાવત તેમજ તેમના પત્નિ સહિત 13 જવાનો મૃત્યુ પામ્યા હતા. જયારે આ ઘટના અંગે ભારતીય વાયુસેનાનું કહેવું છે કે આ દુર્ઘટના અંગે ટ્રાઇ સર્વિસિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરીએ પોતાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો છે. જયારે રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે વાતાવરણમાં અચાનક પલટો આવી જતા હેલિકોપ્ટરને વાદળમાં પ્રવેશ કરવાથી આ ઘટના સર્જાય હતી.
મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના અંગે તપાસ અહેવાલ મળી આવ્યા છે. આ તપાસ અંગે પેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાતાવરણમાં અચાનક પલટો આવતા જયારે વાદળોમાં હેલિકોપ્ટર પ્રવેશ્યું તેના કારણે આ દુર્ઘટના સર્જાય હતી. આના પરિણામે પાઇલટની અવકાશી દિશાહિનતા થઇ હતી. તેમજ વધુમાં કહેવામાં આવી રહ્યું છે કે તોડફોડ કે બેદરકારીને અકસ્માતનું કારણ નકારવામાં આવ્યું છે.
હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાનું સંભવિત કારણ જાણવા માટે ઉપલબ્ધ તમામ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ આ દુર્ઘટના અંગે ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કોર્ટ ઓફ ઈન્કવાયરીએ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના પાછળનું કારણ તરીકે યાંત્રિક નિષ્ફળતા, સેબોટેજ કે બેદરકારી ન હોવાનું નકારી લેવામાં આવ્યું છે.
તેમજ મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે અચાનક વાતાવરણ પલટાના કારણે ભૂલથી હેલિકોપ્ટર વાદળમાં પ્રવેશી ગયું હતું અને ત્યાર બાદ પાયલટ પણ પોતાનો રસ્તો ભટક્યો હતો જેથી આ દુર્ઘટના સર્જાય હતી જેમાં જનરલ રાવત અને તેમના પત્ની તથા અન્ય 12 લોકોના મોત થયા હતા. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે ચાર ક્રુ પણ હાજર હતા. વધુમાં જાણવા મળ્યું છે કે હેલિકોપ્ટર વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ જવાનું હતું અને તામિલનાડુના સુલુર એર બેઝ પરથી હેલિકોપ્ટર ઉડ્યું હતું.
જયારે કહેવામાં આવી રહ્યું હતું કે હેલિકોપ્ટર વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજથી 10 કિમી દૂર હતું ત્યારે પર્વતીય વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. વાતાવરણમાં અચાનક પલટો આવી જતા થયેલ હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવત અને તેમના પત્ની તથા અન્ય 12 લોકોના મોત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.