તમે જાણતા હશો કે ગઈકાલે જ ભારત સરકારે કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશભરમાં ફરી એકવાર લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. લોકડાઉન 4.0 31મી મે સુધી સમગ્ર દેશભરમાં યથાવત રહેશે. કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન પ્રધાનમંત્રીએ કહ્યા પ્રમાણે નવા રંગ અને રૂપનું જ છે. ગૃહમંત્રાલય તરફથી ગાઈડલાઈન્સ આપવામાં આવી છે.
Ministry of Home Affairs (MHA) issues guidelines on measures to be taken by Ministries/Departments of Government of India, State Governments/UT Governments & State/UT authorities for containment of COVID19. #LockDown4 will remain in effect till 31st May 2020. pic.twitter.com/10WnwnWfte
— ANI (@ANI) May 17, 2020
રવિવારના રોજ લોકડાઉનનો ત્રીજો તબ્બકો ખતમ થવાના છ કલાક પહેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ભારત અને રાજ્ય સરકારનો પત્ર લખીને લોકડાઉન 14 દિવસ વધારવા માટે કહ્યું હતું. સાથે-સાથે તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.
જાહેર કરવામાં આવેલા લોકડાઉન 4.0 માં ભારત સરકારે કેટલીક છુટછાટ આપી છે. આ છૂટછાટોમાં રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. જોકે રેસ્ટોરન્ટમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. તમામ સ્કૂલ તથા કોલેજો બંધ રહેશે. અને તેવી જ રીતે કોચિંગ ક્લાસ પણ બંધ રહેશે. મૉલ અને જીમ પણ બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળ બંધ રહેશે. તમામ મંદિરો પણ બંધ જ રાખવા અત્યારે આદેશ અપાયો છે.
સ્થાનિક અને ઈન્ટરનેશનલ હવાઈ સેવા બંધ છે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. અને મેટ્રો અને રેલવે વિભાગ પણ બંધ જ રહેશે. રાજકીય આયોજન પર પ્રતિંબધ યથાવત્ રહેશે. હાલના સમયને ધ્યાનમાં રાખી 10 વર્ષથી નાના બાળકોને બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ભારત સરકારે જણાવતા કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લઈ શકે છે.
Ministry of Home Affairs (MHA) issues guidelines on measures to be taken by Ministries/Departments of Government of India, State Governments/UT Governments & State/UT authorities for containment of COVID19. #LockDown4 will remain in effect till 31st May 2020. pic.twitter.com/10WnwnWfte
— ANI (@ANI) May 17, 2020
ગૃહમંત્રાલયે લૉકડાઉનની ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, લૉક઼ડાઉન દરમિયાન આર્થિક ગતિવિધી ચાલુ રાખવી. રાજ્યોની મંજૂરી હશે તો બસ અને વાહનો ચલાવા મંજુરી આપવામાં આવશે. સાથે-સાથે પાન-મસાલાના ગલ્લા ખોલવામાં આવશે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news