જો કોઈ રાજા શક્તિ વગરનો હોય છે તો કોઈ પર રાજ કરી શકતો નથી. સાથે જ રાજા જેટલો વધુ શક્તિશાળી હોય તેટલું જ સારું શાસન કરી શકે છે. મહિલા હોય કે પુરુષ બધા પાસે કેટલાક ગુણઅને શક્તિઓ હોય છે. જેનાથી તે પોતાના કાર્ય ને વધુ પ્રામાણિકતાની સાથે કરે છે. ચાણક્ય નીતિ માં આચાર્ય ચાણક્યએ કહ્યું છે, કે રાજા બ્રાહ્મણ અને મહિલાઓની સૌથી મોટી તાકાત હોય છે. ચાણક્ય નીતિ માં એક શ્લોક છે.
बाहुवीर्यबलं राज्ञो ब्राह्मणो ब्रह्मविद् बली।
रूप-यौवन-माधुर्यं स्त्रीणां बलमनुत्तमम्।
આ શ્લોકનો અર્થ એ છે કે રાજાની શક્તિ જ તેની સૌથી મોટી તાકાત હોય છે.
જો કોઈ રાજા શક્તિવિહીન છે. તો તે કોઈ પણ ઉપર રાજ નથી કરી શકતો સાથે જ રાજા જેટલો શક્તિશાળી હોય એટલું જ સારું શાસન કરી શકે છે. આચાર્ય ચાણક્યએ બ્રાહ્મણોની શક્તિ વિશે જણાવતા કહે છે કે, તેમની સૌથી મોટી શક્તિ પોતાનું જ્ઞાન છે. આચાર્ય ચાણક્ય ચાણક્ય નીતિ માં લખે છે કે, બ્રાહ્મણ પાસે જેટલું વધુ જ્ઞાન હશે તેને તેટલું જ વધારે સન્માન મળશે.
ચાણક્ય નીતિ ના અનુસાર એશ્વર્ય અને વ્યવહારિક જીવનના સંબંધિત નામથી જ બ્રાહ્મણોને શક્તિ મળે છે. આથી જ બ્રાહ્મણો હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરવાની ખોજ માં લાગેલા હોય છે. ચાણક્ય નીતિમાં ચાણક્ય મહિલાઓની સૌથી મોટી તાકાત વિશે પણ બતાવવામાં આવ્યું છે. ચાણક્ય નીતિ માં તેઓ કહે છે કે કોઈપણ સ્ત્રીનું રૂપ અને યુવાન જ તેની સૌથી મોટી તાકાત છે જો કોઇ મહિલા રૂપથી સુંદર નથી પરંતુ તેનો વ્યવહાર મીઠો છે, તો ક્યારેય મુશ્કેલીમાં નથી પડતી. મહિલાઓ પોતાના મધુર વ્યવહાર તેમજ સારા વર્તનને કારણે પરિવારમાં અને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.