ચાણક્ય નીતિ અનુસાર રાજ્ય કુળ સાથે સંબંધ રાખવાવાળા વ્યક્તિ અને શાસક પક્ષ થી સંબંધિત વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિનું જીવન અરસપરસના વિશ્વાસ પર ટકેલું છે. આપણી જિંદગી ના પણ ઘણા લોકો એવા છે જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ. મનુષ્ય સિવાય કેટલાક જીવજંતુ પર આપણે વિશ્વાસ રાખીએ છીએ.અહીંયા એ જાણવું જરૂરી બને છે કે આપણે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર ન કરવો. આચાર્ય ચાણક્ય એ આ વિશે ચાણક્ય નીતિ માં કહ્યું છે . ચાણક્ય નીતિમાં આચાર્યએ કહ્યું છે કે મનુષ્ય એ કયા પાંચ પર જાણીને પણ વિશ્વાસ ન કરવો આગળ આપણે એ વિશે જાણીશું.
ચાણક્ય નીતિમાં એક શ્લોક લખવામાં આવ્યો છે.-
नदीनां शस्त्रपाणीनां नखीनां श्रृंगीणां तथा। विश्वासो नैव कर्तव्य: स्त्रीषु राजकुलेषु च.
આનો અર્થ એવો છે કે મનુષ્ય નદી પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ .આના વિશે ચાણક્ય કહે છે કે એવી નદીઓ કે જેમના પુલ કાચા છે તૂટેલા છે એમના પર વિશ્વાસ ન કરવો જોઈએ. કારણકે કોઈ નથી જાણતું કે કયા સમયે નદીના પાણીનું વહેણ ઝડપી થઈ જશે અને ક્યારે દિશા બદલી લેશે. પછી ચાણક્ય જણાવે છે કે એવા જીવ-જંતુ જેમની પાસે નખ કે શિંગડા હોય છે એમના પર ભરોસો કરવો મુશ્કેલી ભર્યો હોઈ શકે છે. કારણ કે આવા જીવજંતુઓનો કોઇ ભરોસો નથી કે ક્યારેય તેઓ બગડી જાય અને પોતાના નખ અને શિંગડા થી પ્રહાર કરી દે.
ચાણક્ય અનુસાર રાજ્યકુળ સાથે સંબંધ રાખવાવાળા વ્યક્તિ અને શાસન થી સંબંધિત વ્યક્તિ પર પણ વિશ્વાસ ન કરવો જોઈએ કેમ કે તેઓ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ગમે તેનો વિશ્વાસઘાત કરી શકે છે. આગળ આચાર્ય ચાણક્ય જણાવે છે કે એવી સ્ત્રી જેમનો સ્વભાવ બહુ ચંચળ છે તેમના પર પણ વિશ્વાસ ન કરવો જોઈએ.
આ ઉપરાંત જે મનુષ્ય શસ્ત્રધારી છે તેમના પર ભરોસો કરવો નુકસાનદાયક નીવડી શકે છે. આગળ ચાણક્ય જે બતાવે છે કે જે હથિયાર રાખે છે જો તે ગુસ્સામાં આવી જાય જો તે હથિયાર નો પ્રયોગ આપણા ઉપર પણ કરી શકે છે.