દિલ્હીના ચૂંટણીમાં ચાણક્ય Vs ચાણક્ય: અમિત શાહ પર ભારે પડી ગયા પ્રશાંત કિશોર – જાણો વિગતો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી બાજુ એક લડાઈ ચાણક્ય વિરૂદ્ધ ચાણક્યની પણ ચાલી રહી છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે રણનીતિ બનાવનારા પ્રશાંત કિશોરે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જવાબ આપ્યો હતો. પ્રશાંતે ટ્વિટ કરીને અમિત શાહ પર પ્રહાર કર્યો હતો. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી લખ્યું કે, જોરનો ઝાટકો ધીરેથી જ લાગવો જોઈએ.

જેડીયુ નેતા અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીમા EVMનું બટન તો પ્રેમથી જ દબાશે. જોર કા ઝટકા ધીરે સે… લાગવો જોઈએ જેથી આપસી ભાઈચારો અને સૌહર્દ ખતરામાં ના મુકાય. સાથે જ પીકેએ ચાર મુદ્દે પણ ટ્વિટ કર્યુ હતું, જેમાં તેમણે Justice, Liberty, Equality & Fraternity લખ્યુ હતું.

અમિત શાહે શું કહ્યું હતું?

દિલ્હીના બાહરપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે એક જનસભામાં કહ્યું હતું કે, ઈવીએમનું બટન એટલા તો ગુસ્સાથી દબાવજો કે બટન અહીં બાબરપુરમાં દબાય અને કરંટ છેક શાહીનબાગમાં લાગે. શાહે આરોપ લગાવ્યો હતો કે, સીએએનો વિરોધ કરનારા નેતાઓએ દિલ્હીમાં રમખાણો કરાવ્યા અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું.

ગરીબ લોકો મોદીજીને વોટ આપી દેશે તેનાથી ડરે છે કેજરીવાલ

કેન્દ્ર સરકારનાં કામ ગણાવતા અમિત શાહે કહ્યું કે, “મોદીજીએ 5 વર્ષમાં આખા દેશમાં ગરીબોનાં ઘરે વીજળી, શૌચાલય, બેંક એકાઉન્ટ, રસોઈ ગેસ પહોંચાડ્યો. આયુષ્યમાન ભારત યોજનાથી ગરીબોને મફતમાં સારવારની સુવિધાઓ આપી, પરંતુ કેજરીવાલ સરકારે આયુષ્યમાન યોજનાને રોકી દીધી, તેમને ડર છે કે ગરીબ લોકો મોદીજીને વોટ આપી દેશે.”

શાહીન બાગ બન્યો ચૂંટણી મુદ્દો

નાગરિકતા શંસોધન કાયદાના વિરોધમાં દિલ્હીના શાહીનબાગમાં છેલ્લા એક મહિનાથી પ્રદર્શનો ચાલી રહ્યાં છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ કેન્દ્ર સરકાર સામે હલ્લાબોલ કરી રહી છે અને સીએએના કાયદાને પાછો લેવાની માંગણી કરી રહી છે. અમિત શાહે દિલ્હીમાં પોતાની અનેક રેલીઓ દરમિયાન શાહીન બાગના મુદ્દાને બરાબર ઉઠાવ્યો છે. સાથે જ વિરોધ પર પર લોકોને ભડકાવવાનો પણ આરોપ  લગાવ્યો છે. જ્યારે ભાજપના નેતા કપિલ મિશ્રાએ ટ્વિટર પર શાહિન બાગને પાકિસ્તાન ગણાવતા તેમના વિરૂદ્ધ તો ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે.

અમિત શાહના આ પ્રહારનો જેડીયૂ નેતા અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વીટ કરી વધુમાં લખ્યું કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ઈવીએમ બટન તો પ્રેમથી જ દબાશે. જોરનો ઝાટકો ધીરેથી જ લાગવો જોઈએ કે જેથી ભાઈચારો અને સોહાર્દ ખતરામાં ના મુકાય. આ સાથે જ પીકેએ ચાર મુદ્દાઓ અંગે પણ ટ્વીટ કર્યુ જેમાં તેઓએ જસ્ટિસ, લિબર્ટી, ઈક્વિટી અને ફ્રેટરનિટી લખ્યું છે. દિલ્હીના બાબરપુરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, ઈવીએમનું બટન ગુસ્સા સાથે દબાવજો કે બટન અહીં બાબરપુરમાં દબાય અને કરંટ શાહિન બાગમાં લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *