ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, 7 થી 14 તારીખ સુધી આ વિસ્તારમાં મન મુકીને વરસશે મેઘરાજા

ગુજરાતમાં સતત બે વર્ષથી ચોમાસા દરમિયાન સામાન્ય કરતા 30થી 35 ટકા વધુ વરસાદ નોંધાયા બાદ ચાલૂ વર્ષે ફરીએક વાર રાજ્યમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં 800 મિલીમીટરથી લઈ 1000 મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 7થી 14મી મે વચ્ચે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્યમાં વરસાદ વરસી શકે છે.

હવામાન એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આ વર્ષે 26થી 29 મે વચ્ચે કેરળમાં ચોમાસુ સક્રિય થવાની શક્યતા રહેલી છે. કેરળમાં ચોમાસુ સક્રિય થયા પછી લગભગ એક અઠવાડિયા બાદ ગુજરાતમાં પ્રીમોન્સુન એક્ટિવીટી શરૂ થાય છે. અને 15 જૂન સુધી ચોમાસુ શરૂ થતું હોય છે. મળતી માહિતી મુજબ, આ વર્ષે પણ નિર્ધારિત સમય મુજબ જ રાજ્યમાં 15 જૂનની આસપાસ વરસાદ શરૂ થવાની સાથે અમદાવાદમાં 20થી 25 જૂન વચ્ચે ચોમાસુ શરૂ થવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ પવન સાથે વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી ખાતે વરસાદ નોંધાઈ શકે છે.

હાલ જાણવા મળ્યું છે કે, સુકા ગરમ પવનને કારણે ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાઈ હતી જ્યાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. આ ઉપરાંત આગામી 4થી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સુધી રહેતા દિવસ દરમિયાન લોકોને ભારે ગરમી સહન કરવી પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *