આશા વર્કરના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકીએ પકડ્યું ઝાડું- કેજરીવાલની હાજરીમાં AAPમાં જોડાયા

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને સતત ગુજરાતની જનતાને ગેરંટીઓ આપી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આશા વર્કરો(Asha Workers)ના આંદોલનનું નેતૃત્વ કરનારા ચંદ્રિકાબેન સોલંકી(Chandrikaben Solanki) આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ગુજરાતમાં આશા વર્કરના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમે તમને જણાવી દઈએ કે, ચંદ્રિકાબેન કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિની મહિલા વિંગના પ્રમુખ છે. સાથે જ તેઓ ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વિદ્યા સહાયક તરીકે પણ કામ કરી ચુક્યા છે. ચંદ્રિકાબેન પોતાની લાયકાત મુજબ આરામથી જીવન જીવી શકતા હતા પરંતુ જ્યારે તેમણે કામદારોના આર્થિક શોષણ થઇ રહ્યું છે તે જોઈ ત્યારે કામદારોના અધિકારો માટે લડવા 2016માં ચંદ્રિકાબેન તે પીડિતોનો અવાજ બન્યા હતા.

AAP ની સરકાર બનશે તો ગુજરાતના સૈનિક કે પોલીસકર્મી શહીદ થશે તો મળશે 1 કરોડની સહાય- કેજરીવાલ

AAP ની સરકાર બનશે તો ગુજરાતના સૈનિક કે પોલીસકર્મી શહીદ થશે તો મળશે 1 કરોડની સહાય- કેજરીવાલ

ચંદ્રિકાબેન સોલંકીએ પકડ્યું ઝાડું:
કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિની મહિલા વિંગના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી, આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હસ્તે વિધિવત રીતે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રિકાબેન સરકારથી નિરાશ આશા વર્કરની દરેક માંગ અને સમસ્યાઓ સાથે અરવિંદ કેજરીવાલ પાસે ગયા હતા ત્યાં અરવિંદ કેજરીવાલએ ચંદ્રિકાબેનને વિશ્વાસ અપાવ્યો હતો કે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 15 ડિસેમ્બરે જ્યારે સરકાર બનશે તે પછી વહેલી તકે આશા વર્કર બહેનોની તમામ માંગણીઓ પુરી કરવામાં આવશે.

ગુજરાતના દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવા માટે એક મોટો ‘AAP’ને- અરવિંદ કેજરીવાલ

ગુજરાતના દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવા માટે એક મોટો ‘AAP’ને- અરવિંદ કેજરીવાલ

આંદોલનના કારણે થયેલા તમામ કેસો પાછા ખેંચીશું: અરવિંદ કેજરીવાલ
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં આટલા આંદોલનો થયાં, આટલા વિરોધ થયાં, પાટીદાર આંદોલન થયું, ખેડૂત આંદોલન થયું, માલધારી આંદોલન થયું, ઠાકોર આંદોલન થયું, પોલીસ ગ્રેડ પે આંદોલન થયું, ક્ષત્રિય આંદોલન થયું, આદિવાસી સમાજનું આંદોલન થયું, ઘણાં બધાં કર્મચારીઓનું આંદોલન થયું, ભૂત પૂર્વ સૈનિકોનું આંદોલન હતું, આ લોકોએ તેમાંથી કોઈને છોડ્યા ન હતા, યુવાઓ પર ખોટા કેસ કરીને તેમને જેલમાં ધકેલી દીધા. 8 ડિસેમ્બરે મતગણતરી થશે, 15 ડિસેમ્બર સુધીમાં અમારી સરકાર બની જશે. ત્યાર પછી સૌથી પહેલું કામ તમામ ખોટા કેસો પાછા ખેંચવાનું કરીશું, દરેકને તેમના ઘરે મોકલવામાં આવશે. જેમનાં પર ખોટા કેસ કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે તમામને પાછા લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *