Ahmedabad News: અમદાવાદના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી(Ahmedabad News) હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. જેમાં 15 દિવસના બાળક સહિત 9 લોકો દાઝ્યા હતા.તેમજ ફ્લેટમાં લાગેલી આગમાં 21 દિવસની બાળકનું મોત થયું છે. મૃતક બાળકની ઉંમર એક વર્ષની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.આગ લાગતા 3 વ્યક્તિઓ દાઝ્યા છે. જેમાં ફ્લેટમાંથી 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં અગમ્ય કારણોસર ફ્લેટમાં આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આગની ઘટના બાદ સ્થાનિકોનો આક્ષેપ છે કે સમગ્ર વિસ્તારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે. દબાણોના લીધે ફાયરની ટીમને પહોચતા મોડુ થયાનો આક્ષેપ છે. દબાણના લીધે ફાયરની ટીમને મોડુ થતા આગ વધુ પ્રસરી હતી. એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ નથી.તેમજ ફ્લેટમાં લાગેલી આગની ઘટનામાં 15 દિવસના બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે લોકો વધુ દાઝી ગયા છે. બીજા લોકોને ધુમાડાની અસર થઈ છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આગ સીડીમાંથી બીજા માળ સુધી ઉપર સુધી પહોંચી
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે 06:15 વાગ્યાની આસપાસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે, દાણીલીમડા વિસ્તારમાં ગામમાં આવેલા પટેલ વાસમાં ખ્વાજા ફ્લેટમાં આગ લાગી છે. જેથી જમાલપુર ફાયર સ્ટેશનની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આગ સીડીમાંથી બીજા માળ સુધી ઉપર સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમા લીધી
શહેરના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. ત્યારે આગ છ માળ સુધી લાગી ગઇ હતી. જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા. જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમા લીધી હતી.
ફાયરની ગાડી અંદર સુધી પહોંચી ન શકી
ખૂબ જ સાંકડી જગ્યામાં ફ્લેટ હોવાના કારણે ફાયર બ્રિગેડનું વાહન અંદર સુધી પહોંચી શક્યું નહોતું. ફ્લેટ પણ ખૂબ જ નાની જગ્યામાં પાંચ માળ સુધી ઊભો કરી દેવામાં આવેલો છે. ખૂબ જ નાનો સાંકડો રસ્તો હોવાના કારણે વાહન છેક સુધી પહોંચી શક્યું નહોતું. બીજી તરફ ફ્લેટમાં સીડીઓમાં પણ સામાન પડ્યો હતો. જેના કારણે લોકો પણ ઝડપથી નીચે ઊતરી શક્યા નહોતા. વાહન પાર્કિંગની કોઈ જ સુવિધા નહોતી, મીટરની નજીક વાહન મૂક્યાં હતાં. જેના કારણે આગ વધારે પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App