સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયો 2000 કિલો દ્રાક્ષનો ભવ્ય શણગાર- અહીં ક્લિક કરી કરો LIVE દર્શન

Salangpur Dham Kstabhanjan Dev Decoration: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Salangpur Dham Kstabhanjan Dev Decoration: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર એકાદશી નિમિત્તે,આજે રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષના વાઘા ધરાવી દિવ્ય શણગાર(Salangpur Dham Kstabhanjan Dev Decoration) કરવામાં આવ્યો હતો.આ સાથે જ દાદાના સિંહાસનને લીલી દ્રાક્ષનો શણગાર કરી સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા આરતી કરવામાં આવી હતી.તથા સવારે 07:00 કલાકે લીલી-કાળી 2000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન દાદાને દ્રાક્ષના પોશાકનો શણગાર
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને એકાદશી અને શનિવારના નિમિત્તે દ્રાક્ષના પોશાકનો શણગાર કરાયો હતો. સાથે જ તેઓના સિંહાસનને પણ લીલી-કાળી દ્રાક્ષથી શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ દાદાને દ્રાક્ષનો અન્નકૂટ બપોરે ધરાવાયો હતો. આરતીમાં લીલી, કાળી વિવિધ પ્રકારની દ્રાક્ષ ધરાવવામાં આવી હતી. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. હનુમાનજી મંદિર દ્વારા હિન્દુ ધર્મના દરેક વાર તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા વાર તહેવારે દાદાને વિશેષ શણગાર, અન્નકુટ ધરાવવામાં આવે છે. ત્યારે આજે પવિત્ર એકાદશી નિમિત્તે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો છે. મંદિરના ગર્ભગૃહમાં દાદાની મૂર્તિની આસપાસ 2000 કિલો કાળી લીલી દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

દાદાને દ્રાક્ષના શણગારથી દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને દ્રાક્ષ વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.