હાલમાં ગુજરાતમાં ઠેર ઠેર કેન્દ્રીય મંત્રી થી માંડી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતની ટોચની નેતાગીરી ભાજપના ઉમેદવારોને જીતાડવા મથી રહ્યા છે. આ કડીમાં વડોદરાના કરજણમાં નાયબ મુખ્યમંત્રી અક્ષય પટેલ માટે વોટ માંગવા આવ્યા હતા, આ દરમ્યાન પ્રેસ સાથેની વાતચીતમાં તેમની સાથે જે થયું તે જોઇને નીતિન પટેલ અને સમર્થકો ડઘાઈ ગયા હતા.
કરજણના ઉમેદવાર અક્ષય પટેલ માટે પ્રચાર કરવા આવેલા ગુજરાતનાં ઉપમુખ્યમંત્રી પર લોકોનો રોષ વરસતો જોવા મળ્યો. પ્રેસ સાથેની વાતચીત દરમ્યાન તેમના પર અચાનક ચપ્પલ આવતા નીતિન પટેલ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાયા હતા.
અગાઉ આમ આદમી પાર્ટીના ઉપ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પણ નીતિન પટેલ પર જૂતું ફેંકવાની મહેચ્છાએ જૂતું ફેક્યું હતું પણ નીતિન પટેલને બદલે પ્રદીપસિંહ જાડેજા આવતા આ જૂતું પ્રદીપસિંહ જાડેજા પર ફેક્યું હતું અને જેલ હવાલે પણ થયા હતા.
હાલમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડી રહ્યા છે. અને ઘણી જગ્યાએ તેમનો વિરોધ થયો હોવાનો અહેવાલ પણ પ્રાપ્ત થયો છે. ત્યારે હવે નીતિન પટેલ વિરુદ્ધ પણ આવો વિરોધ થતા ભાજપ માટે આ બેઠક જીતવી પડકાર માની શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle