સુરતમાં દિનદહાડે ટ્રીપલ મર્ડરને અંજામ આપનારા કારખાનેદાર વિરુદ્ધ ગણતરીના દિવસોમાં પોલીસે દાખલ કરી 50 પેજની ચાર્જશીટ ફાઈલ

સુરેતના અમરોલી વિસ્તારમાં 25 ડીસેમ્બરે વેદાંત ટેક્ષો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લોટ નં. 8 માં ટ્રીપલ મર્ડરને અંજામ આપવામાં આવ્યો હતો. 25 ડીસેમ્બરે એમ્બ્રોડરીના કારખાનામાં ધનજીભાઈ રણછોડભાઈ…

સુરેતના અમરોલી વિસ્તારમાં 25 ડીસેમ્બરે વેદાંત ટેક્ષો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લોટ નં. 8 માં ટ્રીપલ મર્ડરને અંજામ આપવામાં આવ્યો હતો. 25 ડીસેમ્બરે એમ્બ્રોડરીના કારખાનામાં ધનજીભાઈ રણછોડભાઈ ધોળકિયા તેમનો દીકરો કલ્પેશભાઈ ધોળકિયા અને સબંધી ઘનશ્યામભાઈ વાલજીભાઈ રજોડીયાની હત્યા કરવામાં આવી હતી.

ચપ્પુના ઘા મારીને બે કારીગરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. સમગ્ર હત્યા સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસે ઘટનાને પગલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને પકડવા માટે એસઆઈટીની રચના કરી હતી.

એસઆઈટીની ટીમે સમગ્ર કેસની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યા છે. અને ત્યારે મોટો ખુલાસો થયો હતો. ઘટનાને અંજામ આપનાર આરોપીઓએ છુપાવવા તથા પુરાવાઓનો નાશ કર્યો હતો. સગીરના પિતા રાકેશ પાંડવએ મદદ કરી હતી અને તેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

વેપારીઓએ ચાર્જ સીટ રજૂ કરવા અંગે માગ કરી હતી અને તેથી પોલીસે ઝડપી ચાર્જ સીટ રજૂ કરી હતી. નવ દિવસમાં આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં એફએસએલની મદદથી તમામ રીપોર્ટ મેળવવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં 100 જેટલા સાહેદો મુકવામાં આવ્યા છે. 45 થી 50 પેઝની ચાર્જશીટ ફાઈલ બનાવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *