Hardik Pandya ના આ એક નિર્ણયે પલટી નાખી આખી ગેમ, આ રીતે જીતી હાથમાંથી ગયેલી મેચ

ભારત(India) અને શ્રીલંકા(Sri Lanka) વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ T20 મેચ(T20 match) રમાઈ હતી. આ રોમાંચક મેચમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલ…

ભારત(India) અને શ્રીલંકા(Sri Lanka) વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ T20 મેચ(T20 match) રમાઈ હતી. આ રોમાંચક મેચમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લા બોલ પર શ્રીલંકાને પરાજય આપ્યો હતો અને ભારતે 2 રનથી જીત મેળવી હતી. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

દીપક હુડા અને અક્ષર પટેલ વચ્ચે મહત્વની ભાગીદારી:
આ મેચમાં ઈશાન કિશને ભારતને સારી શરૂઆત અપાવી હતી. ભારતે પહેલી જ ઓવરમાં 17 રન બનાવ્યા હતા. પરંતુ ત્રીજી ઓવરથી જ શ્રીલંકાની ટીમે નિયમિત અંતરે ભારતીય ટીમની વિકેટો લેવાનું શરૂ કરી દીધું હતું. ઈશાનની વિકેટ પડ્યા બાદ ભારતનો સ્કોર 77/4 હતો.

એવું લાગતું હતું કે ભારત ભાગ્યે જ 150 સુધી પહોંચશે. આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ સારી પરંતુ ધીમી ઇનિંગ રમીને ટીમનો સ્કોર 94/5 સુધી પહોંચાડ્યો હતો. હાર્દિકે 27 બોલમાં 29 રન બનાવ્યા હતા. પરંતુ તે પછી દીપક હુડા અને અક્ષર પટેલ વચ્ચેની ભાગીદારી હતી, જેણે ભારતનો સ્કોર 162/5 સુધી પહોંચાડ્યો હતો. બંનેએ 35 બોલમાં 68 રનની અણનમ ભાગીદારી કરી હતી.

શિવમ માવીએ ડેબ્યૂ મચાવી ધૂમ, કુલ 4 વિકેટ લીધી:
આ પછી શ્રીલંકા આ મેચ સરળતાથી જીતી શકી હોત. પરંતુ શિવમ માવીને ડેબ્યૂ કરવાનો હાર્દિક પંડ્યાનો નિર્ણય ટીમ માટે કામ આવ્યો. શિવમે શરૂઆતમાં જ શ્રીલંકાને બે ઝટકા આપ્યા હતા. જેના કારણે શ્રીલંકાએ માત્ર 24 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ભારતીય બોલરો નિયમિત અંતરે વિકેટ લેતા રહ્યા. પરંતુ તે પછી કેપ્ટન દાસુન શનાકા અને વાનિન્દુ હસરંગા વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ બંનેએ 23 બોલમાં 40 રન કાર્યા હતા.

તે સમયે શિવમે ફરી એકવાર હસરંગા 21(10)ની વિકેટ લઈને ભારતીય ટીમને વાપસી અપાવી. જે બાદ કેપ્ટન દાસુન શનાકાએ થોડો સમય સંઘર્ષ કર્યો પરંતુ તે પણ 45(27) રને આઉટ થયો. તેથી શિવમે કુલ 4 વિકેટ લીધી હતી.

હાર્દિક પંડ્યાના આ માસ્ટરસ્ટ્રોકને કારણે મળી જીત:
એવું લાગતું હતું કે હવે ભારત આ મેચ જીતી જશે પરંતુ ચમિકા કરુરત્નેએ ફરી એકવાર મેચને ખૂબ નજીક લાવી દીધી. શ્રીલંકાને જીતવા માટે 13 રનની જરૂર હતી, આવા સમયે હાર્દિકે પોતે બોલિંગ કરવાને બદલે અક્ષર પટેલને બોલ સોંપ્યો હતો.

તેનો માસ્ટરસ્ટ્રોક ટીમની તરફેણમાં ગયો. શરૂઆતમાં તેનો નિર્ણય ખોટો લાગતો હતો કારણ કે શ્રીલંકાએ 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી અક્ષરે શાનદાર વાપસી કરી હતી. જેના કારણે ભારતને 2 રને આ જીત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *