થોડા સમય અગાઉ ભરૂચના દહેજ ની યશસ્વી રસાયણ કંપનીમાં આગ લાગી હતી. આજે ફરીથી આગ લાગી છે.જોકે સારી વાત એ રહી કે ફાયર વિભાગે ગણતરીની ક્ષણોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો.
આ અગાઉની લાગેલી આગમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. જે આગ ખૂબ ભયાનક રીતે લાગી હતી. આ ઘટનામાં 12 લોકો બળીને ખાખ થઇ ગયા હતા.
પહેલા લાગેલી આગને કારણે તેને પ્રશાસન તરફથી ક્લોઝર નોટિસ મોકલવામાં આવી હતી. જેના કારણે આ પ્લાન્ટ બંધ હતો. તેથી ત્યાં કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન આગ લાગી હતી. જોકે આ વખતે સારી વાત એ છે કે કોઈપણ જાનહાનિ નોંધાઈ નથી. અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે.
ગત જુન મહિનામાં દહેજની યશસ્વી રસાયણ નામની કંપનીના SO2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. જેને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને પગલે કંપનીમા નાસભાગ મચી ગઈ હતી. ત્યારે આગમાં કર્મચારીઓ દાઝ્યાના બનાવ બન્યા છે. લગભગ 15 થી વધુ કર્મચારીઓ દાઝ્યા હતા. જેઓને ભરૂચની અને અન્ય કંપનીઓની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા છે. તો સાથે જ 12 કામદારોના મોત નિપજ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews