હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. ભારતમાં કોરોનાની સંખ્યા ૧ લાખ ઉપર થઇ ચુકી છે. નિષ્ણાતો અનુસાર હાલમાં જે પરિસ્થતિ છે તે ચીન કરતા પણ વધારે ગંભીર પરિસ્થતિ ભારતની છે. કોરોના વાયરસે તો તેનો કહેર મચાવ્યો જ છે, અને સાથે-સાથે આજે એક નવી બીમારીના લક્ષણો પણ સામે આવ્યા છે.
સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે ચેન્નાઈના એક 8 વર્ષના બાળકમાં કાવાસાકી બીમારીના લક્ષણ જોવા મળતા લોકોની ચિંતામાં વધારો થયો છે. કાવાસાકી બીમારીનો ભારતમાં પહેલો કેસ છે. જોકે, બાળક ઇમ્યુનોગ્લોબુલિન અને ટોસીલીજુંબૈબ નામની દવા આપતાં તે સ્વસ્થ થઈ ગયું છે. આ બાળક કોરોનાથી સંક્રમિત થયું હતું જેને ગંભીર સ્થિતિમાં ચેન્નઈની કાંચી કામકોટિ ચાઇલ્ડ્સ ટ્રસ્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, જ્યાં ડૉક્ટરોની ટીમે તેને તાત્કાલિક આઈસીયૂમાં દાખલ કરી દીધો હતો. તપાસ દરમ્યાન બાળકમાં હાઇપર-ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ અને કાવાસાકી બીમારીના લક્ષણ મળ્યા હતા.
સારવાર કરનારા ડોક્ટરોએ જણાવતા કહ્યું હતું કે, આ બાળકની શરૂઆતની તપાસમાં સેપ્ટિક શૉકની સાથે ન્યૂમોનિયા, કોરોના વાયરસ અને કાવાસાકી રોગના લક્ષણો પણ જોવા મળ્યા હતા. શરૂઆતના આંકડાઓ મુજબ, કાવાસાકી બીમારી દરમિયાન બાળકોને થોડાક દિવસો સુધી ખૂબ તાવ રહે છે, સાથોસાથ પેટમાં દુખાવો, ડાયરિયા, આંખો લાલ થવી અને જીભ પર લાલા દાણા થાય છે. આ બાળકોને શરીર પર લાલ ચકામા પડી જાય છે.
હાલના સમયમાં બ્રિટન દેશમાં આ બીમારીના અનેક કેસ સામે આવ્યા છે. એપ્રિલ મહિનાના અંતમાં કાવાસાકી બીમારીના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બ્રિટનની ખાનગી ન્યુઝ એજન્સી અનુસાર, 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો કાવાસાકી નામના સંક્રમક બીમારીનો શિકાર થયા છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 100 બાળકો કાવાસાકી બીમારીના શિકાર બની ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news