Chhattisgarh Board 10th, 12th Result: છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને 10મી અને 12મીની પરીક્ષાનું પરિણામ 10 મે 2023ના રોજ જાહેર થયું છે. જેમાં રાયગઢના વિદ્યાર્થીઓએ બાજી મારી મેરીટમાં સ્થાન મેળવ્યું છે. આ વર્ષે કુલ 3,37,569 ઉમેદવારો નોંધાયા હતા. તેમાંથી 3,30,681 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાં 1,52,891 છોકરાઓ અને 177,790 છોકરીઓએ પરીક્ષા આપી હતી. આ કુલ સંખ્યામાંથી 3,30,055 પરીક્ષાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.
કૃષિ વૈજ્ઞાનિક બનવાનું સપનું જોઈ રહી છે ‘વિધિ’
રાયગઢની ધોરણ 12માં ભણતી વિધી ભોંસલેએ સમગ્ર રાજ્યમાં ટોપ કર્યું છે. વિધીએ 98.20 ટકા માર્ક્સ સાથે સમગ્ર રાજ્યમાં ટોપ કરી માતા-પિતાનું નામ રોષન કર્યું છે. ઘણીવાર વિદ્યાર્થીઓ ડોકટર કે એન્જીનીયર બનવાનું સપનું જુએ છે પરંતુ વિધી ભવિષ્યમાં ખેડૂતો માટે કંઈક મોટું કરવાની ઈચ્છા રાખે છે. તે ભવિષ્યમાં કૃષિ વૈજ્ઞાનિક બનવાનું સ્વપ્ન સેવી રહી છે.
એક લાખથી વધુને ફર્સ્ટ ડિવિઝન મળ્યું
ઉમેદવારોમાં પ્રથમ વિભાગમાં પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા 1,09,903 (33.30 ટકા) છે. બીજી શ્રેણીમાં પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા 1,19,901 (36.32 ટકા) છે. જ્યારે, ત્રીજી કેટેગરીમાં પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા 17,914 (5.43 ટકા) છે, જ્યારે 3 ઉમેદવારો પાસ કેટેગરીમાં પાસ થયા છે.
10ની પરીક્ષાનું પરિણામ
રાયગઢ જિલ્લામાં આ વખતે ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓની સફળતાની ટકાવારી વધુ હતી. આ વર્ષે 8625 છોકરાઓ અને 9722 છોકરીઓ સહિત 18347 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 5588 છોકરાઓ અને 7327 છોકરીઓ સહિત 12915 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. કુલ 70.48 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 64.39 ટકા છોકરા અને 75.45 ટકા છોકરીઓ છે.
રાયગઢની વિદ્યાર્થીની અદિતિ ભગતે ધોરણ 10ની પરીક્ષામાં 98 ટકા માર્ક્સ મેળવીને સમગ્ર રાજ્યની મેરિટ લિસ્ટમાં ચોથું સ્થાન મેળવ્યું છે. સાથે સાથે જ શ્રદ્ધાશી અગ્રવાલે 97.33 ટકા માર્ક્સ મેળવીને 7મું સ્થાન મેળવ્યું હતું, અને રાયગઢની વિદ્યાર્થિની ખુશી પટેલે 97.17 ટકા માર્ક્સ મેળવી 8મું સ્થાન મેળવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.