“જો મહામારી કો ભી ઉત્સવ બના દે, ઉસે નરેન્દ્ર દામોદર દાસ મોદી કહેતે હૈ”- દેશની ખરાબ હાલતમાં પણ કોંગ્રેસની રાજનીતિ

કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલા મોટા યુદ્ધમાં લોકોનું મનોબળ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે દીપ સળગાવવાની અપીલ કરી છે. આ અગાઉ જનતા કરફ્યૂ દરમિયાન પ્રધાનમંત્રીને થાળી-તાળી વગાડી કોરોના સામે લડી રહેલા ડૉક્ટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ, મીડિયાનો આભાર વ્યક્ત કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રી મોદીની દિવા પ્રગટાવવાની અપીલ પર છત્તીસગઢ કોંગ્રેસ તરફથી એક ટ્વિટ આવ્યું છે અને તેમાં ટોણો મારવામાં આવ્યો છે.

છત્તીસગઢ કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું છે કે, “જલી કો આગ કહેતે હૈ, બુઝી કો રાખ કહેતે હૈ, જો મહામારી કો ભી મહોત્સવ બના દે.. ઉસે નરેન્દ્ર દામોદર દાસ કહેતે હૈ.”  જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાની ફિલ્મ વિશ્વનાથનો આ ડાયલોગ છે, જેને છત્તીસગઢ કોંગ્રેસ પાર્ટીએ વર્તમાન પરિસ્થિતિના હિસાબે બદલ્યો છે. આમ પણ કોંગ્રેસ કોરોના વાયસરને લઈને દેશ સહિત દુનિયાભરમાં ભયંકર વાતાવરણ વચ્ચે પણ રાજનીતિ બંધ કરી સરકારને સાથ આપવાના બદલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટીકા કરવામાં જ વ્યસ્ત છે.

તેજ પ્રતાપના ટોણાનો સુશીલ મોદીએ આપ્યો સણસણતો જવાબ રાજદ નેતા તેજ પ્રતાપ યાદવે પણ દેવા પ્રગટાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર ટ્વિત કર્યું હતું અને લોકોને જણાવતા કહ્યું હતું કે, તેઓ ફાનસ પણ સળગાવી શકે છે. જાહેર છે કે, ફાનસ રાજદનું ચુંટણી ચિન્હ છે. આ મામલે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ તેજ પ્રતાપ યાદવને સણસણતો જવાબ આપ્યો છે.

સુશીલ કુમાર મોદીએ ટ્વિટર પર જણાવતા લખ્યું હતું કે – “હવે લાલટેનનો જમાનો ગયો, ગામડામાં પણ ઘરે ઘરમાં વિજળી પહોંચી ગઈ છે. દીવા અને મિણબત્તી પૂના માટે લોકો ઘરમાં રાખે જ છે. જ્યારે મોબાઈલ તો બધાની પાસે છે જ. માટે જ પીએમએ ફાનસનો ઉલ્લેખ ના કર્યો. સમઝે બબુઆ?”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *