ગુજરાત: સામસામે બે બાઈક અથડાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત

સોશિયલ મીડિયામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. અકસ્માતને કારણે કેટલાય લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ સુસકાલ ગામમાં એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતને કારણે કુલ 2 યુવકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ 3 યુવકોના મોત થયા છે.

રાઠવા સમુદાયના મોતના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે નાનકડા ગામમાં 3-3 આશાસ્પદ યુવકના મોતથી ગમગીની છવાઈ ગઈ છે. પાવીજેતપુર તાલુકામાં આવેલ સુસકાલ ગામેમાં રાત્રીના સમયે કુલ 2 બાઇક ચાલકો સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બૈડવી ગામના રાજેટ હટુ રાઠવા તથા સુરખેડા ગામના મહેશ રાઠવાના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હતા. અકસ્માતમાં મોટરસાયકલનો કચ્ચરઘાણ નીકળી જતા લોહિના ખાબોચીયા ભરાઈ ગયા હતા. જ્યારે એક યુવકને સારવાર અર્થે વડોદરાની હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

હૉસ્પિટલમાં સારવાર વખતે જયદીપ રાઠવાનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં હજુ એક યુવકને સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બૈજવી ગામના અનિલ રાઠવાની તબિયત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકની વડોદરાની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસ દ્વારા મૃતક યુવકોના પોસ્ટમોર્ટમ કરાવીને ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. રાત્રિના અંધકારમાં આ અકસ્માત કેવી રીતે થયો તેની જાણ ઇજાગ્રસ્ત અનિલ રાઠવાના નિવેદન પરથી જાણી શકાય તેમ છે પરંતુ અત્યારે કુલ 3 પરિવારોના કુળદીપક બૂઝાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *