નવાજુનીના એંધાણ/ ગુજરાતની ચૂંટણી જાહેર થાય તે પહેલા મુખ્યમંત્રી, સી આર પાટીલ અને કૈલાસનાથનને દિલ્હી કોણે બોલાવ્યા?

આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની વિધાનસભા (Himachal Pradesh Ellection) ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓ ના કાર્યક્રમ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ગુજરાતમાં પણ હિમાચલ પ્રદેશની સાથે જ ચૂંટણીઓ યોજાઈ જશે. પરંતુ હાલમાં ગુજરાત માં પ્રધાનમંત્રી મોદીના (PM Narendra Modi in Gujarat) 20 તારીખ પહેલાના પ્રવાસને ધ્યાને રાખીને ડિફેન્સ એક્સપો પૂર્ણ થયા બાદ એટલે કે 22 તારીખ આસપાસ વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી Bhupendrabhai Patel અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને દિલ્હી બોલાવવામાં આવતા તર્ક શરૂ થયા છે.

આજે બપોરે ચીફ મિનિસ્ટર ઓફિસના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન પણ સીએમ ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendrabhai Patel) અને પ્રમુખ સી આર પાટીલની સાથે સાથે ગુજરાતના ચૂંટણી પ્રભારી રત્નાકર દિલ્હી પહોંચ્યા છે. રાજકીય ગલીયારાના જાણકારો માની રહ્યા છે કે દિવાળી પહેલા ચૂંટણી જાહેર થઈ જશે અને આ મંગળવારે ભુપેન્દ્ર પટેલ સરકારની છેલ્લી કેબિનેટ મળવા જઈ રહી છે. દિલ્હી હાઈ કમાન્ડ ને મળીને આવ્યા બાદ ગુજરાત ચલાવનારાઓ કંઈક મોટા એલાન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે બીએપીએસ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની વૈશ્વિક કક્ષાની ઉજવણી અમદાવાદમાં થવા જઈ રહી છે. જેના ઓપનિંગમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહેવાના છે. આ ઉત્સવ પહેલા ગુજરાતમાં સરકાર શપથ લઇ લેશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઓપિનિયન પોલમાં ગુજરાતમાં ફરી એકવાર ભાજપની જ સરકાર બનશે તેવું દેખાઈ આવ્યું છે. ત્યારે નવી સરકારનો વિજય સમારંભ અમદાવાદમાં બીએપીએસ નો ઉત્સવ શરૂ થાય તે પહેલા યોજી દેવામાં આવશે. કારણકે ગુજરાત અને દેશ વિદેશથી ભાવિકો આ ઉત્સવમાં હાજરી આપવા પહોંચવાના છે.

ગુજરાત માં ચૂંટણી આયોજનની વાત કરીએ તો ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજવાની પરંપરા રહી છે, ત્યારે આ વખતે પણ ગુજરાતમાં બે તબક્કાઓમાં ચૂંટણી યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે જ થઈ જશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી બોલાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાતના બંને નેતાઓ અને પ્રભારીને ચૂંટણીઓની તૈયારીઓ પૂરી કરીને વધુમાં વધુ લોકાર્પણો ચૂંટણી પહેલા કરી દેવા સૂચના આપી છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ની તૈયારીઓ તાબડતોડ શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *