સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓની તેમજ માસુમ બાળકીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવખત આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં નાની બાળકીઓની સાથે છેડતી તથા દુષ્કર્મની ઘટનાઓમાં ફરીથી વધારો થવાં લાગ્યો છે.
પાસેના સંબંધી અથવા તો મિત્ર વર્તુળના લોકોમાંથી જ નરાધમો સામે આવતાં હોય છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા તથા તેની બહેન એકલી હતી ત્યારે નાની બહેનને બહાર મોકલીને યુવકે સગીરાની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ બાબતને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ બાળકીને આપવામાં આવી હતી. જયારે કોઈપણ જાતનો ભય રાખ્યા વિના માતા-પિતા ઘરે આવતાની સાથે જ સગીરાએ તેમને જાણ કરી દીધી હતી. અમરાઈવાડી પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
માતા-પિતા દીકરાને લઈ બટાકા ડુંગળી લેવા માટે ગયા હતા :
અમરાઇવાડી વિસ્તારમાં રહેતો પરિવાર શાકભાજીની લારી ચલાવીને ગુજરાન ચલાવી રહ્યો છે. પરિવારમાં 15 વર્ષીત તથા 5 વર્ષીય એમ કુલ 2 નાની દીકરીઓ તેમજ એક દીકરો છે. વસ્ત્રાલમાં રહેતો તેમજ અમરાઇવાડી ન્યુ કોટન મિલમાં કામ કરતો નીરજ વર્મા નામનો યુવાન તેમના ત્યાં બટાકા- ડુંગળી લેવા માટે અવારનવાર આવતો રહેતો હતો.
સવારમાં માતા-પિતા દીકરાને લઈ બટાકા ડુંગળી લેવા માટે ગયા ત્યારે બંને બહેનો ઘરે એકલી હતી. આ દરમ્યાન નીરજ વર્મા ઘરે આવ્યો હતો. નાની છોકરીને 10 રૂપિયા આપીને પડીકું લેવા માટે બહાર મોકલી દીધી હતી. ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું.
કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી :
ત્યારપછી સગીરાનો હાથ પકડીને તેના ગાલ પર કિસ કરી હતી. ત્યારપછી શરીરે અડપલાં કરવા લાગ્યો હતો. સગીરાએ ધક્કો મારવા છતાં બળજબરીપૂર્વક સગીરાના કપડાં કાઢીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો આ વાત કોઈને કહે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી.
ત્યારપછી ત્યાંથી જતો રહ્યો હતો. બાળકીના માતા-પિતા ઘરે આવતાની સાથે જ બાળકીએ આ વાતની જાણ કરી હતી. પોલીસને જાણ કરતાની સાથે જ અમરાઇવાડી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને ગુનો નોંધી નિરજની ધરપકડ કરવા માટેની તપાસ કરીને એની ધરપકડ કરી લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle