રાજસ્થાન(ગુજરાત): હાલમાં એમબીએસ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં 8 મહિનાના બાળક પર એક જટિલ સર્જરી કરવામાં આવી છે. બાળકના માથામાં આશરે 700 ગ્રામની એક ગાંઠ જોડાયેલી હતી. જેને 4 કલાકના ઓપરેશન પછી ડોકટરોએ દૂર કરી હતી. ન્યુરો સર્જરી વિભાગના એચઓડી ડો.એસ.એન. ગૌતમે જણાવ્યું હતું કે, લાઠેરીમાં રહેતા 8 મહિનાના આ બાળકને બાળ ચિકિત્સકો દ્વારા અમારી ઓપીડીમાં રિફર કરાયો હતો.
તેના માથાના પાછળના ભાગમાં ગાંઠ હતી. આ રોગને ઓસિપિટલ એનકેફેલોસીલ કહે છે. બાળક ખૂબ નાનું હતું અને તેનું માથું એકદમ મોટું હતું. પરંતુ શ્વાસ લેવાની નળી નાના બાળક જેવી જ હતી. પણ માથાની ગાંઠ ખૂબ મોટી હતી. આ બધી બાબતોમાંથી, બાળકમાં શ્વાસનળી મૂકવાનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આમાં, બે એનેસ્થેસિયોલોજિસ્ટની મદદથી, દર્દીમાં શ્વાસની નળી મુકવામાં આવી હતી.
આવા કિસ્સાઓ ખૂબ જ દુર્લભ છે. 5000 લાઈવ બર્થમાં એક કેસ રીપોર્ટ હોય છે. દર્દીના માથાની ગાંઠ અને મોટા કદના કારણે, ઇન્ટ્રાકાર્નિયલ દબાણ ખૂબ વધેલું હતું. જેને ઘટાડવા માટે વીપી શંટ કરવામાં આવ્યું હતું. જેમાં માથામાંથી પેટમાં ટ્યુબ દાખલ કરીને દબાણ ઘટાડવામાં આવ્યું હતું, પછી ઓપરેશન કરવામાં આવ્યું હતું.
બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય જીવન જીવી શકશે. ગૌતમની સાથે સર્જરીમાં ડો. પિયુષકુમાર, ડો. બનેશ જૈન, એનેસ્થેસિયા વિભાગના સહયોગી પ્રોફેસર ડો. મનોજ સિંઘલ અને સહાયક પ્રોફેસર ડો. સીમા મીના પણ સહાયક હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.