સુરત (Surat): આકસ્મિક ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરના પલસાણા વિસ્તારમાં રમતા રમતા પહેલા માળેથી પટકાતા દોઢ વર્ષના માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. માતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી તે દરમિયાન બાળક નીચે ફટકાતા માથાના ભાગે ખુબજ ગંભીરી ઈજાઓ આવી હતી.
મળેલી માહિતી અનુસાર સુરત શહેરમાં આવેલા પલસાણા વિસ્તારમાં આવેલ મહાદેવ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશ જબલપુરના વતની શંકર લોધી લુમ્સ ખાતામાં કામ કરી રહ્યા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.
શંકરને એક દોઢ વર્ષનો પુત્ર મયંક લોધી છે. મયંક ઘરના પહેલા માળે ગેલેરીમાં રમી રહ્યો હતો અને માતા રજનિદેવી ઘરમાં રસોઈ કરી રહ્યા હતા. ત્યારે બાળક અચાનક જ રમતા રમતાગેલેરી માંથી નીચે પટકાઈ ગયો હતો. ઘટના સર્જાતાની સાથે જ આજુ-બાજુના લોકો દોડી આવ્યા હતા.
આ ઘટનામાં બાળકના માથાબ ભાગે ખુબજ ગંભી ઈજાઓ પહોંચતા તરતજ બાળકને સારવાર અર્થ હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈ હાલ તો પલસાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક બાળકના પિતા શંકર સાથે વાત કરતા તેમને કહ્યું કે, હું નોકરીએ ગયો હતો અને રજનિદેવી ઘરમાં રસોઈ બનાવી રહી હતી. મયંક ઘરના પહેલા માળે રમી રહ્યો હતો રમતા રમતા અચાનક નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે.
આવી ઘટનાથી વાલીઓએ ચેતી જવું જરૂરી છે. પિતા કામ પર ગયા હતા અને માતા ઘરમાં રસોઈ બનાવી રહી હતી. બાળકને રમવા માટે એકલા છોડવા ન જોયે. બાળક રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાળકનું મોત નીપજ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.