સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયો જોયું હશે કે મધ્ય કેરલના એક શહેર હોટલમાં દરોડા પડયા હતા ત્યારે પોલીસ દ્વારા પકડાયા બાદ એક યુવતી નશામાં જોર-જોરથી રાડો પાડતી જોવા મળી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ કરી હતી અને જાણવા મળ્યું કે, એક સમયમાં હોશિંયાર રહેલી વિદ્યાર્થિનીને માદક પદાર્થની (drugs) જાળમાં ફસાવવામાં આવી હતી. આ યુવતીનો માદક પદાર્થોની તસ્કરના રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
આ ઘટનાએ કેરળ સમાજના સામૂહિક અંતરાત્માને હચમચાવી નાખ્યો હતો. આ ઘટના બાદ સરકારે દક્ષિણ રાજ્યમાં આ ગેરકાયદેસર ધંધામાં સામેલ પગલાં પણ લીધા હતા. ત્યાર બાદ કેરળ પોલીસે 21 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં એક સર્વે કર્યો હતો અને આ સર્વેમાં એક બીજી ચોંકાવનારી વાત સામે આવી છે.
સર્વેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સમાં ફસાયેલા યુવાનોમાંથી 40 ટકા યુવાનો 18 વર્ષથી ઓછી ઉંમરના હતા. ભયાનક વાતતો એક છે કે, આમાં જોડાયેલી મોટાભાગની છોકરીઓ હતી. અધિક પોલીસ મહાનિર્દેશક એમઆર અજીત કુમાર સાથે વાત કરતા તેમને કહ્યું કે, પહેલા ડ્રગ્સના કેસ કોલેજોમાં વધુ હતા પણ હવે આ કેસો શાળાઓમાં આવે છે. યુવતીઓ ડ્રગ્સના દુરૂપયોગનો વધુ ભોગ બને છે. અન્ય છોકરીઓને જાળમાં ફસાવવા માટે મહિલા તસ્કરોનો ઉપયોગ કરવામાં આવે છે.
યોધાના રાજ્ય નોડલ અધિકારી કુમાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, છોકરીઓને ડ્રગ્સની લત લગવા માટે પહેલા શાળાએ જતી યુવતીઓ સાથે દોસ્તી કરે છે અને ત્યાર બાદ ધીરે ધીરે છોકરીઓને ડ્રગ્સની ખતરનાક દુનિયામાં ધકેલે છે. વધુમાં કહ્યું કે, આ ધંધો રસ્તાની બાજુની ગાડીઓમાં વધુ થઈ રહ્યો છે. આ ડ્રગ્સનો ધંધો બન કરવા માટે રાજ્યમાં 18,301 દુકાનો અને શાળાઓની નજીકની નાની દુકાનોમાં રાજ્ય પોલીસે દરોડા પાડ્યા હતા.
આ દરોડામાં 401 કેસ નોંધ્યા હતા અને 462 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે પોલીસે દરોડા પડ્યા ત્યારે 186.38 ગ્રામ MDMA, 20.97 કિલો ગાંજો અને 1112.1 ગ્રામ હાશિશ જપ્ત કરી હતી. તિરુવનંતપુરમ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટમાં પોસ્ટ કરાયેલા કાઉન્સેલર અંજુ ડાયસે કહ્યું કે, ડ્રગના દુરૂપયોગના કિસ્સાઓમાં ખુબજ વધારો થઇ રહ્યો છે.
જયારે કાઉન્સિલ કરીએ ત્યારે તેઓ માદક દ્રવ્યોના વ્યસની હોવાનું કબૂલ કરે છે. તેઓ ક્યારેય જણાવતા નથી કે તેમણે ડ્રગ્સ ક્યાંથી મળે છે. તેમણે વધુ વાત કરતા જણાવ્યું કે, 13 વર્ષ અને તેથી વધુ ઉંમરની યુવતીઓ નશાની સાથે સાથે યૌન શોષણનીની ઘટના પણ સામે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.