ઉનાળા (Summer)ની શરુવાતથી જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, દિવસે ને દિવસે વધી રહેલા તાપમાનની જેમ જ મોંઘવારી પણ દિવસેને દિવસે વધતી જ જાય છે. પેટોલ-ડીઝલ(Petrol-diesel) બાદ હવે જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ જેમ કે, શાકભાજી(Vegetables), કઠોળ(Beans), ફળ(Fruit), તેલ(Oil) વગેરેના ભાવ પણ આસમાને પહોચ્યા છે. વધતા જતા ભાવોએ ગૃહિણીઓનું ટેન્શન વધારી દીધું છે. લીંબુ (Lemon)ના ભાવમાં પણ સતત વધરો થઈ રહ્યો છે. આ સાથે મરચાના ભાવ પણ ખુબ જ વધ્યા છે.
લીંબુના ભાવ રૂ.300ને પાર:
મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પહેલેથી જ પરેશાન છે એવામાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ શાકભાજીના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા જતા ભાવોએ ગૃહિણીઓનું ટેન્શન વધારી દીધું છે. ત્યારે લીંબુની વાત કરીએ તો, ઉનાળાની શરુઆત પહેલા જ લીંબુના ભાવ ધીરે ધીરે વધી રહ્યા હતા પરંતુ હાલ તો લીંબુના ભાવે બધી હદ પાર કરી છે. હાલ બજારમાં લીંબુ 300 રુપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સિવાય મોટાભાગના શાકભાજી પ્રતિકિલો 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જ્યારે મરચા પણ 200 રુપિયે કિલો વેચાઇ રહ્યા છે.
લીંબુ સિવાય પણ દરેક શાકભાજીમાં ઘણો વધારો થયો છે. જેમ કે, ગુવારનો ભાવ પહેલા પ્રતિકિલો 100 રૂપિયા હતો, જે વધીને 150 રૂપિયા થયો છે. ચોળીનો ભાવ પણ પહેલા પ્રતિકિલો 150 રૂપિયા હતો, જે વધીને 180 રૂપિયા થયો છે. વટાણા પહેલા પ્રતિકિલો 120 રૂપિયાના મળતા હતા, જે હાલ 150 રૂપિયા થઈ ગયા છે. ભીંડાનો ભાવ પહેલા પ્રતિકિલો 50 રૂપિયા હતો, જેના હાલ 80 રૂપિયા થઈ ગયા છે. આ સિવાય આદુ પણ પહેલા પ્રતિકિલો 80 રૂપિયાના હતા, જે વધીને 100 રૂપિયે પહોચ્યા છે. બટાકાના ભાવ પહેલા પ્રતિકિલો 30 રૂપિયા હતા, જે વધીને 50 થી 60 રૂપિયા નોંધવામાં આવ્યા છે. ડુંગળીના ભાવ પણ પહેલા પ્રતિકિલો 80 રૂપિયા છે, જે વધીને 100 રૂપિયે પહોચ્યા છે. ટામેટાના ભાવ પણ પહેલા પ્રતિકિલો 30 રૂપિયા હતા, જે વધીને 40 રૂપિયા નોંધવામાં આવ્યા છે.
લીંબુ શરબતમાં ફરજિયાત કાપ મૂકવાની સ્થિતિ સર્જાઇ:
હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો લીંબુ શરબત પીતા હોય છે. પરંતુ લીંબુના ભાવ જોતા એવું લાગી રહ્યું છે કે, આ ઉનાળામાં લીંબુ શરબત પણ પીવા મળશે નહિ. કારણ કે, લીંબુના ભાવ સામાન્ય જનતાને પોસાય તેમ છે જ નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.