ભીખારી ભીખ માંગવા માટે નવી-નવી રીત અપનાવે છે. કોઈ તેની મજબૂરી બતાવે છે તો કોઈ ભગવાનના નામે ભીખ માગે છે, પરંતુ આપણો પાડોશી દેશ ભીખ માગવામાં પણ આગળ નીકળી ગયો છે. ચીનના ભીખારી પણ હાઈટેક થવા લાગ્યા છે. અહીં ચીનના ભીખારીઓ ભીખ માગવા માટે કેશલેસ ભીખ માગવાની રીત અપનાવી છે.
આ ભીખારી કેશલેસ રીતથી ભીખ માગીને 45 હજારની કમાણી કરી શકે છે. મીડિયાના રિપોર્ટ મુજબ જાણકારી મળી છે કે બેંકોએ પણ તેનો સાથ આપ્યો છે. તેના માટે કાયદેસરનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. હવે વાત કરીએ ચીનનો આ ભીખારી કેવી રીતે ડિજિટલ થયો.
તમને જાણીને નવાઈ લાગશે કે ચીનનો આ ભીખારી તેની પાસે QR Code રાખે છે. એટલો ગમે તે રીતે તમે તેનાથી બચી ન શકો. તમારી પાસે કેસ નથી તો આ ભીખારી પાસે તેનો પણ ઉપાય છે. હવે તમે કહેશો કે QR Codeથી અમે ભીખારીને ભીખ નથી આપતા. તો જનાબ તે બાબતમાં પણ તમારાથી આગળ છે. તમે ભીખ આપો કે ન આપો પણ QR Code સ્કેન કરીને ભીખારી તમારો ડેટા ભેગો કરે છે અને પછી તેને બજારમાં વેચે છે.
ફાઈનાશિયલ એક્ટપ્રેસ મુજબ, ભીખારી દરેક સ્કેનની મદદથી 7થી 15 રૂપિયા સુધી કમાઈ શકે છે. તેની મદદથી તેને નાનો બિઝનેસ પ્રમોટ કરવાની પણ તક મળે છે. તેના પર સોનેપે સુહાગા ત્યારે થઈ જ્યારે ચીનમાં ભીખારીઓની વધતી સંખ્યાને જોતા અલીબાબાની અલીપ અને વી ચેટ જેવી મોટી ઈ-કંપની પણ ડિજિટલ મેદાનમાં ઉતરવા લાગી છે.
એટલે ત્યાંના સ્થાનિક લોકોને પણ ડિજિટલ ભીખ આપવામાં મુશ્કેલી પડતી નથી. ચીનના ભીખારીઓએ અહીંના પર્યટન સ્થળોને પોતાના કબ્જામાં લઈ લીધા છે. ભીખારીઓનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટના કારણે તેમને સરળતાથી ભીખ મળે છે. એટલે ચીનમાં ભાઈ ભીખારીઓને ચાંદી ચાંદી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.