આ કંપનીએ દુનિયાનો પહેલો અદ્રશ્ય કેમેરાવાળો સ્માર્ટફોન રજૂ કર્યો, જુઓ વિડીયો અને કિંમત

ચીનના શાંઘાઈ શહેરમાં ચાલી રહેલા વર્લ્ડ કોંગ્રેસ (MWC 2019) દરમિયાન ઘણી નવી ટેકનોલોજી રડૂ કરવામાં આવી રહી છે. તેમજ ઘણી કંપનીઓ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોનને નવી ટેકનોલોજીની સાથે રજૂ કરી શકે છે. દરમિયાન મોબાઈલ નિર્માતા કંપની Oppoએ પણ પોતાના ઈન-સ્ક્રીન કેમેરાવાળા સ્માર્ટફોનને શોકેસ કર્યો છે. આ દરમિયાન કંપનીએ આ ટેકનોલોજી વિશે જાણકારી પણ આપી છે.


Oppoનો આ સ્માર્ટફોન દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેના ફ્રન્ટમાં અંડર સ્ક્રીન કેમેરો હશે. જે દેખાશે નહીં. આ સ્માર્ટફોનને લઈને કંપનીએ જાણકારી આપી છે કે, તેના ડિસ્પ્લેમાં એક કસ્ટમ ટ્રાન્સપરન્ટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મટીરિયલ પિક્સલ રિસ્ટ્રક્ચરિંગ દ્વારા લાઈટને ડિસ્પ્લેની પાસે આવવા દે છે. તેમજ ડિસ્પ્લેની અંદર આપવામાં આવેલા કેમેરામાં એક સેન્સર છે, જે સાઈઝમાં બીજા સેન્સર કરતા મોટું છે. આ જ કારણ છે કે કેમેરા સુધી વધુ લાઈટ પહોંચે છે. સેલ્ફી લેતી વખતે ડિસ્પ્લેની જગ્યાએ કેમેરો છે, તે ભાગ ટ્રાન્સપન્ટ થઈ જાય છે, જેને કારણે ફોનનો કેમેરો દેખાતો નથી.

રિપોર્ટ અનુસાર, આ ટેકનોલોજીને લઈને એક તકલીફ પણ આવી રહી છે, કા જ્યારે કેમેરાની સામે ટ્રાન્સપરન્ટ સરફેસ હોય છે તો ફોટો ખરાબ થવાની સમસ્યા રહેલી છે. આ પ્રોબ્લેમને લઈને કંપનીનું કહેવુ છે કે, તેઓ તેને દૂર કરવા માટે અલ્ગોરિધમ પર કામ કરી રહી છે. જોકે, તેના ફ્રન્ટ કેમેરા સિવાય કંપનીએ ફોનના સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે જાણકારી નથી આપી. સાથે જ ફોનને ક્યારે માર્કેટમાં ઉપલબ્ધ કરાવાશે તે વિશે પણ કશું જણાવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *