ખેડૂતે બનાવી ઝાડ પર ચડી શકાય તેવી અવિશ્વસનીય ગાડી, જુઓ વિડીઓ

Published on Trishul News at 5:31 PM, Mon, 3 June 2019

Last modified on June 3rd, 2019 at 5:31 PM

દરિયાકિનારા આસપાસના વિસ્તારના નારિયેળના ઝાડ પરથી નારિયેળ તોડવા એ ઘણું જોખમકારક કામ છે. તે માટે ખેડૂતો ઝાડ પર કોઈ સાધન-સુરક્ષા વગર ચડીને નારિયેળ તોડતા હોય છે. સમય જતા તેમાં પણ ફેરફાર થયા અને ખેડૂતો અપગ્રેડ થયા.

તેઓ અમુક સાધનોની મદદ લઈને ચડતા થયા અને હવે તો એક ખેડૂતે ઝાડ પર ચડવા માટે બાઈક પણ બનાવી દીધું છે.

આ ખેડૂતે એક અદ્ભુત સર્જન કર્યું છે, તે જાણે છે કે ઝાડ પર ચડવા કરતા આપડે જાતે જ ઝાડ પર ચડી જઈએ તો ઘણું સારું કેવાય. આ વિચાર લાવી ને આ ખેડૂત ભાઈએ આ વિષય પર મહેનત કરવા લાગ્યા અને અંતે તેને આ કામ કરી બતાવ્યું, હવે આ ખેડૂતનું કામ આપડે વીડીઓમાં નિહાળીશું.

આ વીડિયોમાં ખેડૂત એક મશીન પર બેસીને ઝાડ પર ચડી રહ્યો છે. બાઈકની જેમ જ આ મશીનમાં બેસવા માટે સીટ પણ છે. ઉપરાંત ગાડીની જેમ જ આ બાઈક મશીનમાં રિવર્સ ગિયર પણ છે જેને લીધે ખેડૂત બાઇકને ઝાડ પરથી નીચે ઉતારી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ખેડૂતે બનાવી ઝાડ પર ચડી શકાય તેવી અવિશ્વસનીય ગાડી, જુઓ વિડીઓ"

Leave a comment

Your email address will not be published.


*