હાલમાં કોરોના મહામારીની વચ્ચે ભારત-ચીનનો વિવાદ ચાલી રહ્યો છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.ચીન સરકાર સાથે જોડાયેલ એક મોટી ડેટા કંપની કુલ 10,000થી પણ વધારે ભારતીય લોકો તથા સંગઠનો પર નજર રાખી રહી છે.
એમાં PM નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ કોંગ્રેસ પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, એમનો પરિવાર, કેટલાંક કેબિનેટ મંત્રી તેમજ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. જ્યુડિશિયરી, બિઝનેસ, સ્પોર્ટ્સ, મીડિયા, કલ્ચર તેમજ ધર્મથી લઈને બધાં જ ક્ષેત્રોનાં લોકો પર ચીનની નજર રહેલી છે. આની સિવાય અપરાધિક મામલાનાં આરોપીઓ પર પણ ચીનની નજર રહેલી છે. આ અંગેનો ખુલાસો અંગ્રેજી ન્યૂઝપેપર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ માં છાપવામાં આવેલ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં થયો છે.
મળેલ જાણકારી પ્રમાણે ચીનમાં આવેલ શેનઝોન શહેરની ઝોન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ભારતીયોનાં રિયલ ટાઈમનું સતત મોનિટરિંગ કરી રહી છે. એના નિશાન પર ભારતનાં જે લોકો તથા સંગઠનો રહેલાં છે એમની તમામ નાની-મોટી જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. ‘ઈન્ડિયન એક્સપ્રેેસ’માં કુલ 2 મહિના સુધી મોટા ડેટા ટુલ્સનો વપરાશ કરીને ઝેન્હુઆના મેટા ડેટાની ચકાસણીને આધારે આ ખુલાસો કરવામાં આવ્યો છે.
ચીનની નજરમાં રહેલ કેટલાંક પ્રતિષ્ઠિત લોકોનાં નામ:
PM નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભાજપનાં અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ પક્ષનાં નેતા પ્રિયંકા ગાંધી, ડિફેન્સ સ્ટાફનાં ચીફ બિપિન રાવત,ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા S. A. બોબડે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGનાં G.C. મુર્મુ,નીતિ આયોગના CEO અમિતાભ કાંત, ટાટા ગ્રુપનાં ચેરમેન રતન ટાટા, અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણી, પ્રખ્યાત ક્રિકેટર સચિન તેન્દુલકર, ફિલ્મ-ડાયરેક્ટર શ્યામ બેનેગલનો સમાવેશ થાય છે.
ચીનની નજરમાં રહેલ કેન્દ્રીય મંત્રીઓ :
રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, સ્મૃતિ ઈરાની, V.K.સિંહ, કિરણ રિજિજુ, રમેશ પોખરિયાલ નિશંક જેવા લોકોનો સમાવેશ થાય છે.
ચીનની નજરમાં રહેલ મુખ્યમંત્રીઓ :
મધ્યપ્રદેશનાં CM શિવરાજ સિંહ ચૌહાણ, રાજસ્થાનનાં CM અશોક ગેહલોત, મહારાષ્ટ્રનાં CM ઉદ્ધવ ઠાકરે, પંજાબનાં CM અમરિંદર સિંહ, પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીનો સમાવેશ થાય છે.
ચીનની નજરમાં રહેલ પૂર્વ મુખ્યમંત્રીઓ :
છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ, મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રીઅશોક ચૌહાણ, કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી K સિદ્ધારમૈયા, ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ, હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હડ્ડા, ઝારખંડનાં પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીનો સમાવેશ થાય છે.
ચીનની નજરમાં રહેલ નેતાઓના પરિવારો :
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં પત્ની સવિતા કોવિંદ, પૂર્વ PM મનમોહન સિંહનાં પત્ની ગુરુશરણ કૌર, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના પતિ જુબિન ઈરાની, કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરનાં પત્ની સુખબીર સિંહ બાદલ, ઉતરપ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવનો સમાવેશ થાય છે. આની સાથે સાથે ત્રણ સેનાના કુલ 15 પૂર્વ પ્રમુખો, કુલ 250 બ્યુરોક્રેટ તેમજ ડિપ્લોમેટ્સનું પણ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en