હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે તેને લઈને મોટાં સમાચાર સામે આવી રહ્યાં છે. ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલ ‘હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ’ નાં સિનિયર વાયરોલોજીસ્ટ ડૉ.લી મેંગ યાને Virologist Dr Li Meng-Yan ખુલાસો કર્યો છે, કે કોરોના વાયરસને ચીનનાં મિલિટ્રી લેબમાં જ બનાવવામાં આવ્યો હતો.
એમણે આ ભયંકર વાયરસની ચીનનાં વેટ માર્કેટમાંથી ઉત્પત્તિ સંબંધિત ધારણાઓને પણ નકારી દીધી હતી. એમનાં દાવાનો ચીને સ્પષ્ટ રીતે ઇન્કાર પણ કર્યો છે.
તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ પ્રેસની સાથે એક લાઇવ-સ્ટ્રીમ ઇન્ટરવ્યુ વખતે ડૉ.લી મેંગ યાને જણાવતાં કહ્યું, કે જ્યારે આ મહામારી ફેલાવવાની શરૂઆત થઈ ત્યારે મેં સ્પષ્ટપણે જ મૂલ્યાંકન કર્યું હતું, કે આ વાયરસ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની એક સૈન્ય લેબોરેટરીમાંથી જ આવ્યો હતો. તેને છુપાવવા માટે વુહાન માર્કેટની માત્ર વાર્તા જ બનાવામાં આવેલી છે.
ડૉ.લી મેંગ યાને એવો પણ દાવો કર્યો છે, કે જ્યારે એમને આ જાણકારી વરિષ્ઠ અધિકારીઓને આપી હતી ત્યારે એમણે તેને ગંભીરતાથી ન લેતાં નજરઅંદાજ પણ કરી દીધી હતી. એમણે એવો દાવો કર્યો છે, કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી માટે એમનાં રિપોર્ટને નકારી દેવો એ ખુબ જ મુશ્કેલ હશે.
તેમણે જણાવતાં કહ્યું, કે અમને પહેલેથી જ જાણ હતી જ કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની વિરૂદ્ધ બોલ્યા પછી અમને પણ ગમે ત્યારે ગાયબ કરી શકે છે. ઠીક આવું જ હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓની સાથે જ થઇ રહ્યું છે. આથી, મેં પણ તમામ જાણકારીને એકત્રિત કરવાની શરૂઆત કરી દીધી હતી.
વાયરોલોજિસ્ટ ડૉ.લી મેંગ યાન એપ્રિલ મહિનામાં હોંગકોંગથી અમેરિકા પણ આવી ગયા હતા. એમને ચીની રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની હેઠળ પોતાની ધરપકડ થવાનો ભય પણ સતાવી રહ્યો હતો. તેમણે જણાવતાં કહ્યું, કે તેઓ ચીની સરકારને ઉખાડીને ફેંકવા માટે ત્યાંના લોકોની મદદ પણ ચાલુ જ રાખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP