ચોટીલા (Chotila): ભાવનગર (Bhavnagar) શહેરમાં દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભાવનગર શહેરમાં આવેલા ભરતનગર, કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ દ્વારા આયોજીત ભાવનગર થી ચોટીલા જવા માટે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે 52 ગજની ધજાની પૂજન-અર્ચન કરી પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે.
છેલ્લા 40 વર્ષથી ભાવનગર શહેરના ભરતનગર કાચના મંદિર પાસેના ચામુંડા મિત્ર મંડળ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં દર વર્ષે ભાવિક ભક્તો ભાવનગર થી ચોટીલા સુધીનો પદયાત્રા સંઘ યોજવામાં આવ્યો છે. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે. આ સંઘ ચોટીલા પહોચ્યા બાદ બાવન ગજની ધજા ચડાવશે અને ચામુંડા માતાજીના દર્શન કરશે.
દર વર્ષની પરંપરા અનુસાર ચામુંડા મિત્ર મંડળ દ્વારા ભાવનગર થી ચોટીલા સુધીની યોજવામાં આવેલી પદયાત્રા પાંચ દિવસે પહોંચશે. આ યાત્રમાં તેઓ ભાવનગરથી વલ્લભીપુર જશે ત્યાર બાદ ત્યાંથી વલ્લભીપુર થી પચ્છેગામ, કંથારીયા, રાજપરા, મોટા રતનપર, શિયાનગર થઈને બીજા દિવસે તેઓ ઝીંઝાવદર પહોંચીને એક રાત આરામ કરશે, ત્યાર બાદ ત્યાંથી સવારે રવાના થશે અને સરવઈ, તાજપર, બોટાદ, ત્યાર બાદ તેઓ પાળીયાદ ત્રીજા દિવસે રાત્રીએ વિસામો કરશે.
ત્યાર બાદ તેઓ બીજા દિવસે સવારે ત્યાંથી રવાના થશે રતનપર, ગઢળીયા, નડાળા, લિંબાળા, ધજાળા ત્યાર બાદ તેઓ ધાંધલપર પહોચીને ચોથા દિવસે રાતે વિસામો કરશે. ત્યાર બાદ તેઓ સવારે રવાના થઈ રાતકડી મોરસલ, નાનુ પાળીયાદ થઈને પાંચમાં દિવસે ચોટીલા પહોચી જશે.
ચામુંડાપહોચીને ચામુંડા મિત્ર મંડળ દ્વારા બનાવામાં આવેલી બાવન ગજની ધજા ચડાવવામાં આવશે.ચોટીલા મિત્ર મંડળ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ યાત્રમાં ઘણા ભાઈઓ-બહેનો જોડાયા છે અને તેઓ પાંચ દિવસે ચોટીલા પહોંચી માતાજીનાના દર્શન કરી આશીર્વાદ લઈને પાછા પરત ફરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.